Home /News /kutchh-saurastra /

જૂનાગઢના ચિત્રકારોએ મેળવ્યું 'ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન

જૂનાગઢના ચિત્રકારોએ મેળવ્યું 'ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન

જૂનાગઢના

જૂનાગઢના ચિત્રકારોએ મેળવ્યું ‘ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સ્થાન, જુઓ આ સિદ્ધિનો સંપૂર્ણ અહેવાલ..

જૂનાગઢના યુવા ચિત્રકારોએ રેડ આર્ટ ઈન્દોર દ્વારા યોજાયેલ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની ઇવેન્ટમાં ભાગ લઈને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે?

    જુનાગઢ : કોરોના કાળ દરમિયાન જ્યારે સંપૂર્ણપણે લોકડાઉન હતું અને લોકો ઘરમાં રહીને જ કોઈને કોઈ પ્રવૃતિ સાથે જોડાયેલા હતા, એવા સમયે કલાકારોએ સોશિયલ મીડિયાનો આશરો લઈને પોતાની કલા લોકો સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસોની ખુબજ સરાહના થઈ હતી અને લોકોએ આવા કલાકારોને ખૂબજ પ્રેમ પણ આપ્યો હતો.

    કોરોના જેવી મહામારીમાં પણ કલાકારોએ પોતાની કલાને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરીને ઘણી એવી સિદ્ધિઓ મેળવી છે, જેની નોંધ નામાંકિત વર્લ્ડ રેકોર્ડ્સ કંપની દ્વારા લેવામાં આવી છે. આ અંતર્ગત ઈન્દોરની રેડ આર્ટ સંસ્થા દ્વારા એક એવી પહેલ કરવામાં આવી, જે અંતર્ગત એક કલાક જેટલા સમય ગાળામાં કુલ 797 ચિત્રકારોએ પોતાની કલાકૃતિ ફેસબૂક પર રજૂ કરી હતી.

    ઈન્દોરની રેડ આર્ટ સંસ્થા દ્વારા થયેલી આ પહેલની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી, જેમાં આપણાં જૂનાગઢના કેટલાક યુવા ચિત્રકારોએ પણ ભાગ લીધો હતો, જેથી આ ચિત્રકારોએ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવનાર જૂનાગઢના પહેલા એવા ચિત્રકારોની સિદ્ધિ પણ પોતાને નામ કરી છે.

    જૂનાગઢ શહેરમાં કાર્યરત ક્રિમસન: ધ આર્ટ એકેડેમી ના સંચાલક દિપેનભાઈ જોશી સહિત તેઓના માર્ગદર્શન નીચે તૈયાર થનારા  ઈશિતા ધોળકિયા, માનસી જોશી, મેઘા સાંગાણી, મહેક માંકડ, વૈશાલી સરધારા, હેતલ દોશી, નૈતિક ભૂપતાણીએ ગિનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવીને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

    આ વિશે વધુમાં વાત કરતાં દિપેનભાઈ જોશીએ જણાવ્યું કે;  રેડ આર્ટ ઈન્દોર દ્વારા ઓનલાઇન યોજાયેલ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની આ ઇવેન્ટમાં ભાગ લઈને આ અનોખી સિદ્ધિ હાંસલ કરવા બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. દિપેનભાઈએ પોતાનું નામ આ ઇવેન્ટ માટે નોંધાવ્યું હતું સાથે તેઓના વિદ્યાર્થીઓનું નામ પણ આ ઇવેન્ટ માટે નોંધાવ્યું, ત્યારે વિશ્વ કક્ષાની આ સિદ્ધિ હાંસલ થતાં જૂનાગઢના દિપેનભાઈ જોશી સહિત વિદ્યાર્થીઓએ સમગ્ર જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
    First published:

    Tags: Guinness World Records, Junagadh news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन