Home /News /kutchh-saurastra /જૂનાગઢ : ઈન્દ્રેશ્વર ગેટની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ, સ્થાનિકોએ તંત્ર પર કર્યા આક્ષેપો! જુઓ વિડીયો

જૂનાગઢ : ઈન્દ્રેશ્વર ગેટની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ, સ્થાનિકોએ તંત્ર પર કર્યા આક્ષેપો! જુઓ વિડીયો

X
જૂનાગઢ:ઈન્દ્રેશ્વર

જૂનાગઢ:ઈન્દ્રેશ્વર ગેટની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ, સ્થાનિકોએ તંત્ર પણ કર્યા આક્ષેપો! જુઓ વિડીયો

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં બનાવવામાં આવેલ ઈન્દ્રેશ્વર ગેટની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અટકી પડી છે, જેની પાછળ જવાબદાર કોર્પોરેશન વિભાગ ઉપર સ્થાનિક લોકોએ ઉગ્ર આક્ષેપો કર્યા છે

    જુનાગઢ : છેલ્લા અમુક સમયમાં જૂનાગઢ શહેરનો પ્રવાસન ક્ષેત્રે ખુબજ વિકાસ થયો છે, ગીરનાર પર્વતની સાથોસાથ જૂનાગઢ શહેર અને તેની આજુબાજુમાં અનેક એવા ફરવાલાયક સ્થળો આવેલા છે, જેની મુલાકાતે વર્ષ દરમિયાન લાખો મુલાકાતીઓ આવતા હોય છે. છેલ્લાં થોડા સમય પહેલાં જ સાસણની પ્રવાસીઓ જૂનાગઢ શહેરમાં પણ સિંહ દર્શન અને પ્રકૃતિનો આનંદ માણી શકે તે માટે ગિરનાર સફારી ની શરૂઆત કરવામાં આવી હતી.

    ગીરનાર સફારી તરફ જતાં રસ્તા પર થોડે આગળ ઈન્દ્રેશ્વર મહાદેવની અતિપૌરાણિક જગ્યા આવેલી છે, જે જગ્યાએ જૂનાગઢના લોકો સહિત અનેક પ્રવાસીઓ દર્શનાર્થે જતાં હોય છે. જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર આવેલ જૂનાગઢ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર દોલતપરા વિસ્તારમાં સ્થિત છે, જે પ્રવેશદ્વાર એકદમ નજીક દોલતપરા વિસ્તારમાં જવા માટેનો રસ્તો પડે છે, આ રસ્તો લોકોને ઈન્દ્રેશ્વર મહાદેવ અને ગીરનાર સફારીની શરૂઆત સુધી પણ લઈ જાય છે.

    ત્યારે આ રસ્તાની શરૂઆતમાં એક ઈન્દ્રેશ્વર નામનો પ્રવેશદ્વાર બનાવવામાં આવે, તેવી રજૂઆત આજથી ત્રણ-ચાર વર્ષ પહેલા અહીયાના સ્થાનિક રહેવાસીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી, આ પ્રક્રિયાને આગળ વધારવા જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી અને ત્યારબાદ જે તે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો, જે પછી એજન્સી દ્વારા સરસ રીતે આ ગેટ નિર્માણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ 50% થી વધુ કામગીરી પૂર્ણ થયા બાદ આ ગેટનું કામ કોઈ કારણોસર અટકી પડ્યું હતું.

    જે છેલ્લા ત્રણ વર્ષથી એમનું એમ અટકેલું પડ્યું છે, જે સંદર્ભે જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓને અરજી કરતાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ ગેટ માટે કોઈ ગ્રાન્ટ આવી જ નથી! એટલે આ કામ અટકાવી દેવાયું છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓ જૂનાગઢ કોર્પોરેશન સામે આક્ષેપો ભર્યા સવાલ રજૂ કર્યા કે, ગ્રાન્ટ નથી મળી તો, કામગીરીનું ટેન્ડર કેમ પાસ થયું? એજન્સીને વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો? અત્યાર સુધીની કામગીરી પૂર્ણ થઈ તેની ગ્રાન્ટ ક્યાંથી આવી? પરંતુ આ સવાલોના જવાબો છેલ્લા ત્રણ વર્ષ વિત્યા હોવા છતાં સ્થાનિકોને મળ્યા નથી કે, ગેટનું કામ આગળ વધ્યું નથી!

    સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ; આ ગેટની અધૂરી કામગીરીને કારણે રાહદારીઓને ખુબજ મુશ્કેલી પડી રહી છે, રસ્તાં પર મૂકવામાં આયવેલ રો-મટિરિયલ થી અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે! ગેટ પર ચડાવવામાં આવેલ ભરી ભરખમ પથ્થરોને કોઈ આધાર વગર મૂકી દેવામાં આવ્યા છે, ત્યારે મનપા તંત્ર શું કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? આમ અનેક પ્રકારના આક્ષેપો કર્યા બાદ સ્થાનિકો એકજ માંગ કરી રહ્યા છે કે, સત્વરે સ્થાનિકોનો અવાજ સાંભળીને આ ગેટની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જૂનાગઢ પ્રવાસનને મજબૂત બનાવતી એક નવી કડી તેમાં ઉમેરવામાં આવે!
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन
    विज्ञापन