Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં યોજાશે 'લોક અદાલત,' જાણો તારીખ અને બીજી મહત્વની બાબતો

જૂનાગઢમાં યોજાશે 'લોક અદાલત,' જાણો તારીખ અને બીજી મહત્વની બાબતો

જિલ્લા

જિલ્લા કોર્ટ જૂનાગઢ ખાતે આગામી સમયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન થવાનું છે, જાણો મહત્વની બાબતો

જિલ્લા કોર્ટ જૂનાગઢ ખાતે આગામી સમયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન થવાનું છે, જાણો મહત્વની બાબતો

     Junagadh Lok Adalat : જૂનાગઢ શહેરમાં આવેલ જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થવાનું છે, જેમાં અનેક પક્ષકારોને કેસનો નિકાલ કરવામાં આવતાં તેઓને ફાયદો થશે. આ રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનથી પક્ષકારોના સમય અને નાણાં બંનેનો બચાવ થાય છે.

    જિલ્લા કોર્ટ જૂનાગઢ ખાતે આગામી તા.11મી સપ્ટેમ્બર, 2021 ને શનિવારના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે, ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.એમ.આટોદરિયાએ જણાવ્યું હતું કે, આ લોક અદાલતમાં જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની જનતા દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલા તેમજ અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા જ તેનો નિકાલ થાય તેમજ અદાલતોમાં કેસનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળે તે માટે લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.

    જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આયોજિત થવા જઈ રહેલ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેન્ક ને લગતાં કેસ, મિલ્કત સબંધી દાવાઓ, લગ્ન સબંધી કેસ, સમાધાન પાત્ર ન હોય તે સિવાયના વિજળી, પાણી બીલના કેસો, જમીન સંપાદનના કેસ, સર્વિસ મોટર સહિતના કેસોનું સ્થળ પર જ સમાધાન કરી નિકાલ થઇ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. પોતાનો કેસ મુકવા માંગતા પક્ષકારોને પોતાના વકિલ મારફતે જેતે તાબાની કોર્ટમાં અથવા જિલ્લા કાનુની સેવા સત્તામંડળનો સંપર્ક કરવા અંગે જણાવ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Junagadh news, Lok Adalat, જૂનાગઢ

    આગામી સમાચાર