Home /News /kutchh-saurastra /

જૂનાગઢઃ ચોરીની શંકાએ બે યુવાનોની હત્યા, લાશ જંગલમાં દાટી દેવાઇ

જૂનાગઢઃ ચોરીની શંકાએ બે યુવાનોની હત્યા, લાશ જંગલમાં દાટી દેવાઇ

    જુનાગઢમાં ચોરીની શંકાએ દસેક દિવસ પહેલા ત્રણ યુવાનોનું અપહરણ કરી બે દિ' ગોધી રાખી ઢોરમાર તથા ઇલેકટ્રીક શોક આપી બેની હત્યા કરી મૃતદેહોને ગિરનાર જંગલમાં ફેંકી દેવામાં હતા તેમાં આજે વધુ એક કોહવાયેલી લાશ પોલીસે કબજે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

    પ્રાથમિક વિગત પ્રમાણે જુનાગઢના ભવનાથ પાસેથી બે મૃતદેહો મળ્યાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બાદમાં પોલીસે સમગ્ર ઘટનાની જીણવટભરી તપાસ કરી હતી, જેમાં બહાર આવ્યું કે બંને મૃતદેહોની હત્યા અંદાજે 15 દિવસ પહેલા કરાઇ હતી. તો હત્યા કોઇ અન્ય સ્થળે કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહો અહીં દાટવામાં આવ્યા હતા.

    પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને યુવાનોની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે મૃતક જુનાગઢના વાંઝાવાડમાં બંને યુવકો પર ચોરી કરવા આવ્યા હોવાની શંકા ગઇ હતી આથી તેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ ત્રણેય આરોપીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन