Home /News /kutchh-saurastra /

લીલી પરિક્રમા; 19 નવેમ્બર સવારે 7 વાગ્યા સુધી જ મળશે પ્રવેશ, સાધુ-સંતો પરિક્રમાર્થીઓની વ્હારે આવ્યાં

લીલી પરિક્રમા; 19 નવેમ્બર સવારે 7 વાગ્યા સુધી જ મળશે પ્રવેશ, સાધુ-સંતો પરિક્રમાર્થીઓની વ્હારે આવ્યાં

Girnar

Girnar Sadhu Sant

ગિરનારની પરિક્રમા કરવા આવેલાં લાખો ભાવિકોને ભોજન પ્રસાદ મળી રહે તે માટે ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો ભાવિકોની વ્હારે આવ્યાં, જુઓ Video...

  ગિરનારની લીલી પરિક્રમાની (Lili Parikrama 2021) પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે. સામાન્ય રીતે પરિક્રમા દરમિયાન પરિક્રમા રૂટ ઉપર ઉતારા મંડળો દ્વારા અન્નક્ષેત્રો (Annaxetra)ચલાવવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે પરિક્રમાનો નિર્ણય આખરી સમયે થતાં કોઈ વ્યવસ્થા થઈ ન્હોતી! જેને કારણે દૂરદૂરથી આવેલા ભાવિકોને ભોજન પ્રસાદ (Bhojan Prasad) મળી રહે તે માટે ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતોએ પરિક્રમા રૂટ ઉપર જઈને ભોજન-પ્રસાદનું વિતરણ કરીને ભાવિકોની જઠરાગ્નિ શાંત કરી હતી.

  ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઇન્સ મુજબ ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે થયેલા નિર્ણયની પગલે જંગલમાં પરિક્રમા રૂટ ઉપર ભાવિકો માટે ભોજન-પ્રસાદ અને પીવાના પાણીની સુવિધા થઈ શકી ન્હોતી! જેને ધ્યાને લઈને ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતોએ પ.પૂ.હરિગીરીજી મહારાજના નેતૃત્વ હેઠળ અનેક સાધુ-સંતોએ સાથે મળીને ભોજન-પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરી છે.

  લીલી પરિક્રમાના છત્રીસ કિલોમીટર લાંબા રૂટને પાર કરતાં પરિક્રમાર્થીઓને ભૂખ તો લાગે જ, ત્યારે કેટલાક ભાવિકો કાચું સીધું સાથે લઈને આવે છે ને જંગલમાં રસોઈ બનાવી વન ભોજનનો આનંદ માણે છે, પરંતુ જે ભાવિકો પાસે કોઈ વ્યવસ્થા નથી, તેઓ માટે ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો દ્વારા પરિક્રમા રૂટ ઉપર ટ્રેક્ટર મારફતે ગુંદી-ગાંઠિયા જેવો ભોજન-પ્રસાદ પહોંચાડવામાં આવ્યો છે. જેમાં પ.પૂ.હરિગીરીજી મહારાજ, પ.પૂ.મુક્તાનંદજી બાપુ, પ.પૂ.તનસુખગિરી બાપુ સહિતના સાધુ-સંતો પરિક્રમાર્થીઓની વ્હારે આવ્યાં છે.

  જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલ લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, આગામી તા.19મી નવેમ્બર, 2021 સવારે 7 વાગ્યા સુધી જ ભાવિકોને પરિક્રમા માટે પ્રવેશ આપવામાં આવશે. જે પછી વન વિભાગ દ્વારા પરિક્રમા ગેટ બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સાંજ સુધીમાં પરિક્રમાર્થીઓએ જંગલ છોડી દેવાનું રહેશે. જે પછી ભવનાથ ખાતે આવેલ બોરદેવી ગેટ પણ બંધ કરી દેવામાં આવશે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
  First published:

  Tags: Girnar, Junagadh bews, LiliParikrma

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन