Home /News /kutchh-saurastra /જૂનાગઢ: ખાણ-ખનીજ વિભાગે કુલ 50 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો

જૂનાગઢ: ખાણ-ખનીજ વિભાગે કુલ 50 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો

X
Mines

Mines and Minerals Department

જૂનાગઢ જિલ્લામાં વિવિધ જગ્યાએ ખાણ-ખનીજની ચોરી કરતાં 8 વાહનો સહિત કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જુઓ Video...

તાજેતરમાં જૂનાગઢ (Junagadh District) અને તેની આજુબાજુના વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગ (Department Of Mine and Minerals) દ્વારા જુદીજુદી જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખનીજ તેમજ ખનીજ ચોરીમાં વપરાતાં સાધનો (Vehicles) સહિત કુલ રૂ.50 લાખથી વધારે રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગથી ખનીજ ચોરી (Robbery) કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અનેક સ્થળે દરોડા પડ્યાં છે, ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરનારા સામે કડકાઈ ભરેલું વલણ દાખવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના 6 સ્થળ ઉપરથી 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેન ખંડેરાએ જણાવ્યું કે, ખનીજ ચોરી અંતર્ગત ઇવનગર હાઇ-વે ઉપરથી 2 ટ્રેક્ટર, કેશોદમાંથી 1ડમ્પર, શીલ અને ચોરવાડમાંથી 1-1 ટ્રેક્ટર, બિલખા અને ભેસાણમાંથી 1-1 ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. કુલ મળીને 8 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા થયેલ જપતિમાં 8 વાહનો સહિત સાદી રેતી અને બ્લેક ટ્રેપ એમ બે ખનીજ ગેરકાયદેસર રીતે વહન કરતા પકડી પાડવામાં આવ્યાં છે. આમ કુલ 50,00,000 થી વધુ રકમનો મુદ્દામાલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગે હાથ ધરાયેલ તપાસને લઈને ખનીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
First published:

Tags: Junagadh Distric, જૂનાગઢ