Home /News /kutchh-saurastra /

પરિક્રમાને લઈને ફેલાયેલી આ અસમંજસને દૂર કરવા આગેવાનોએ કરી અપીલ!

પરિક્રમાને લઈને ફેલાયેલી આ અસમંજસને દૂર કરવા આગેવાનોએ કરી અપીલ!

Parikrama

Parikrama Gate

ગિરનાર ક્ષેત્રના યોજાતી લીલી પરિક્રમામાં 400 વ્યક્તિને મંજૂરી મળી છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જેને દૂર કરવા

    ગત તા.27મી ઓક્ટોબરના રોજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જૂનાગઢ ગિરનારમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લીલી પરિક્રમાના (Lili Parikrama 2021) આયોજન અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના મહામારીને (Covid19) ધ્યાનમાં રાખીને માત્ર 400 વ્યક્તિને જ પરિક્રમામાં જોડાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને લીલી પરિક્રમામાં જોડાવા ઇચ્છતા અનેક ભાવિકોમાં અસમંજસની લાગણી (Confusion) જોવા મળી રહી છે. વહીવટી તંત્ર ક્યાં શાના આધારે ક્યાં ક્યાં વ્યક્તિને 400 વ્યક્તિમાં મંજૂરી આપશે, તેને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં જૂનાગઢના રાજકિય અને સામાજિક આગેવાનોએ વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

    આ વિશે વાત કરતાં ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન જાહેર જનતા માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. આ વર્ષે પણ માત્ર 400 વ્યક્તિને જ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે દિવાળીના તહેવારોની રજામાં ગિરનાર અને જૂનાગઢના અન્ય પ્રવાસન સ્થળોમાં લાખો પ્રવાસીઓ જોવા મળ્યાં હતાં. ત્યારે સરકારને વિનંતી કરીએ કે, પરિક્રમાને લઈને ગાઈડલાઇન્સમાં ફેરફાર કરવામાં આવે, જેથી કરીને શ્રદ્ધાળુઓ આપણી વર્ષો જૂની પરંપરા જાળવી શકે.

    આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રદ્ધાળુઓએ સ્વૈચ્છિક રીતે પરિક્રમા મેળામાં ન આવવા નિર્ણય કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા પણ ત્વરિત પગલાં લેવાયા હતા, પરંતુ આ વર્ષે પરિક્રમા માટે યોજાયેલી મિટિંગમાં જોડાયેલા અધિકારીઓ પરિક્રમાના આયોજન અંગે સ્પષ્ટતા નથી કરી રહ્યાં, પણ મિટિંગમાં ભાગ લેનાર લોકો પ્રેસનોટ બહાર પાડી એવું કહે છે કે, 400 વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી લોકોમાં ખુબજ અસમંજસની લાગણી પ્રવર્તી છે. હજુ સુધી રાજ્ય સરકારે આ અંગે કોઈ નિર્ણય નથી કર્યો, તે ખુબજ દુઃખદ છે.

    વધુમાં તેઓએ જણાવ્યું કે, કાં તો પરિક્રમા માટે સર્વે લોકોને છૂટ મળવી જોઈએ, કાં તો પરિક્રમા યોજાશે જ નહીં તેવી જાહેરાત મીડિયા દ્વારા સતત'ને સતત કરવી જોઈએ. જેથી કરીને દૂર દેશથી આવતાં યાત્રાળુઓને બિનજરૂરી હેરાન પરેશાન ન થવું પડે! અહીં વ્યવસ્થાની પણ મુશ્કેલી ન સર્જાય તેમજ વન વિભાગ અને પોલીસ વિભાગને પણ કોઈ અડચણ ન પડે, તે માટે ત્વરિત નિર્ણય લેવો ખુબજ જરૂરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: COVID19, Devotees, Girnar Parikrama, Guidelines, Junagadh news, Lili-Parikrama, Local 18

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन