Home /News /kutchh-saurastra /

જૂનાગઢ મનપા દ્વારા થઈ આ ચકાસણી, ફટાકડા સ્ટોલને આપવામાં આવી મંજૂરી!

જૂનાગઢ મનપા દ્વારા થઈ આ ચકાસણી, ફટાકડા સ્ટોલને આપવામાં આવી મંજૂરી!

firecracker

firecracker stall

દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે ફટાકડા સ્ટોલના વેપારીઓ પૂરતી સલામતી સાથે વેપાર કરે તે માટે જૂનાગઢ મનપા દ્વારા થઈ આ ચકાસણી 

    દિવાળીના (Diwali 2021) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢ શહેરની બજારમાં ફટાકડાના સ્ટોલની (firecracker) શુભ શરૂઆત થઇ ચૂકી છે. જેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા (JMC) દ્વારા અંદાજે 35 થી વધારે ફટાકડા સ્ટોલને મંજૂરી (Permission) આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જેમજેમ અરજીઓ આવશે, તેમતેમ નિયમાનુસાર ફટાકડા સ્ટોલને મંજૂરી આપવામાં આવશે.

    દિવાળી પર્વને લઈને જૂનાગઢ શહેરમાં શરૂ થયેલા અને થવા જઈ રહેલા ફટાકડા સ્ટોલની મંજૂરી બાબતે ફાયર ઇન્ચાર્જ ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું કે, જૂનાગઢ મનપા વિસ્તારમાં ફટાકડા સ્ટોલ શરૂ કરવા અંગે મંજૂરી મેળવવી જરૂરી છે, ત્યારે કેટલાક આસમોની અરજી આવી ચૂકી છે, જ્યારે હજુ અરજીઓ આવવાની ચાલુ જ છે. ત્યારે અત્યાર સુધીમાં અંદાજે 35 થી વધારે ફટાકડા સ્ટોલ ધારકોને સ્ટોલ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. <br />

    જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફટાકડા સ્ટોલ શરૂ કરવા અંગે આવેલી અરજીઓના સ્થળે જઈને જૂનાગઢ કમિશ્નર રાજેશ તન્નાની સૂચના મુજબ સ્થળ પર જઇ ફાયરના સાધનો અંગેની ચકાસણી કરવામાં આવે છે, જે પછી જ જે તે ફટાકડા સ્ટોલ ધારકને મંજૂરી આપવામાં આવે છે. જે દરમિયાન હાલ સુધીમાં ફટાકડાના અંદાજે 35 સ્ટોલને મંજૂરી અપાઇ છે. હવે આગામી સમયમાં મનપાને મળતી અરજીઓમાં પણ ફાયર એક્ઝિગ્યુશન સહિતના સાધનો અંગેની ચકાસણી કરી બાદમાં નિર્ણય લેવામાં આવશે.

    આ તકે ફટાકડા સ્ટોલ ધારક તુષારભાઈ પોપટે જણાવ્યું કે, જૂનાગઢમાં ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા મનપા દ્વારા મંજૂરી આપવામાં આવે છે, ત્યારબાદ જ સ્ટોલ શરૂ કરી શકે છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફટાકડા સ્ટોલની ફાયર સેફટી તપાસીને જ ફટાકડા સ્ટોલને મંજૂરી આપવામાં આવી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Firecrackers, Gujarati News News, JMC, Junagadh news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन