જૂનાગઢ: પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળતા હાલત ખરાબ

News18 Gujarati
Updated: October 25, 2020, 8:20 PM IST
જૂનાગઢ: પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળતા હાલત ખરાબ
વાડીએ સેલફોરસના જેરી ટીકડા ખાઈ લીધા હતા અમે તેને સારવાર માટે જૂનાગઢ લઈ જતા હતા ત્યાં રસ્તામાં તેનુ મૃત્યુ થયુ હતુ.

વાડીએ સેલફોરસના જેરી ટીકડા ખાઈ લીધા હતા અમે તેને સારવાર માટે જૂનાગઢ લઈ જતા હતા ત્યાં રસ્તામાં તેનુ મૃત્યુ થયુ હતુ.

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : આ વર્ષે કોરોનાવાયરસે અનેક વેપારીઓ અને ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. કેટલાએ ખેડૂતે ખેતરમાં ઉભો પાક સળગાવી દીધાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, સાથે પાક નિષ્ફળ જતા આર્થિક તંગીમાં ફસાયેલા ખેડૂતોએ આપઘાત કરી લીધાની ઘટનાઓ પણ આ વર્ષે વધારે સામે આવી છે. આવી જ વધુ એક ખેડૂતની આપઘાતની ઘટના જુનાગઢ જિલ્લામાંથી આજે સામે આવી છે.

જીલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પોતાનો પાક ફેઈલ ગયો છે અને હવે આજીવીકા માટે શુ કરવું તેવા વીચારોથી માનસીક રીતે ભાંગી પડેલા 65 વર્ષના પરશોતમ નાથાભાઈ ઉસદડીયાએ પોતાની વાડીએ ઝેરી ટીકડા ખાઈ મોતને વહાલુ કરતા પરીવાર પર આભ તુટી પડ્યું છે.

જૂનાગઢ જીલ્લામા ચાલુ વર્ષે અવિરત વરસાદથી ખેડુતોના મગફળી અને કપાસના પાક ફેઈલ ગયા છે, અને ખેડુતોને બીયારણ. દવા અને મજુરીના પૈસા પણ માથે પડતા ખેડુતો ને બેવડો માર પડ્યો છે એટલે ખેડૂતો નિસ્થિતિ હાલ બે હાલ બની ગઈ છે.

વંથલીના ટીકર ગામના ખેડુતની જમીન ડેમના કપાતમાં ગઈ છે અને માત્ર 12 વીઘા મા પોતે ખેતી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. છેલ્લા બે વર્ષથી તેનો પાક નિષ્ફળ જતો હતો. આ વર્ષે પણ પોતાની મગફળી સડી જતા તેને નૂકશાન થયુ હતું.

આ પણ વાંચો - સુરત: 'પિતા મોબાઈલ લઈ નોકરી જાય, કેવી રીતે ભણવું', ધોરણ-10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો

પરીવારજનોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર પાંચ દીવસથી તેઓ ગુમસુમ રહેતા હતા અને હવે શુ કરશુ તેવા વીચારો તેમને આવતા હતા અમે તેને સમજાવતા હતા પણ તે મનથી ભાંગી પડ્યા હતા અને બે દીવસ પહેલા તેમણે વાડીએ સેલફોરસના જેરી ટીકડા ખાઈ લીધા હતા અમે તેને સારવાર માટે જૂનાગઢ લઈ જતા હતા ત્યાં રસ્તામાં તેનુ મૃત્યુ થયુ હતુ.બાળકોની કસ્ટડી માટે પિતાનો ખૂની ખેલ: પત્નીની હત્યા કરી બે બાળકો સાથે સળગ્યો, હાલત ગંભીર

બાળકોની કસ્ટડી માટે પિતાનો ખૂની ખેલ: પત્નીની હત્યા કરી બે બાળકો સાથે સળગ્યો, હાલત ગંભીર

ગત સપ્ટેમ્બર માસમા પણ ભેસાણ તાલુકાના છોડવડી ગામે બાબુ રાજા પોકીયા નામના ખેડૂતે પાક ફેઈલ થવાથી આપઘાત કરી લીધો હતો. હજુ આવતી કાલથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થનાર છે ત્યારે બે માસ મા પાક ફેઈલ થવાથી ખેડૂતોના આપઘાતથી ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો શારીરિક, આર્થિક અથવા માનસીક સમસ્યાને પગલે આપઘાત કરી લેતા હોય છે.
Published by: kiran mehta
First published: October 25, 2020, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading