Home /News /kutchh-saurastra /

વૃદ્ધાશ્રમના વડીલોએ ઉજવી દિવાળી; જૂનાગઢમાં રામનિવાસ ચિલ્ડ્રન ક્લબનાં બાળકોની પહેલ

વૃદ્ધાશ્રમના વડીલોએ ઉજવી દિવાળી; જૂનાગઢમાં રામનિવાસ ચિલ્ડ્રન ક્લબનાં બાળકોની પહેલ

The

The elders celebrated Diwali

જૂનાગઢના બાળકોએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી ઉજવીને સમાજને એક નવી રાહ ચીંધી છે, Video માં જુઓ વડીલોના હસતાં ચહેરા...

    દિવાળીના તહેવારો પહેલા જૂનાગઢમાં 'નન્હે કદમ' નામથી જૂનાગઢના રામનિવાસ ચિલ્ડ્રન ક્લબના બાળકોએ એક પહેલ હાથ ધરી, જે અંતર્ગત બાળકો દ્વારા ગૃહ સુશોભનની વસ્તુઓનું વેંચાણ રાહત ભાવે કરવામાં આવ્યું હતું. જેને જૂનાગઢવાસીઓ તરફથી મળેલા બહોળા પ્રતિસાદથી બાળકોએ હાથ ધરેલી પહેલ સફળ રહી હતી, આ અભિયાન અંતર્ગત થયેલ વેંચાણમાંથી કમાયેલ નફાની રકમ બાળકોએ અનાથાશ્રમમાં રહેતા બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના હિત માટે વાપરવાનો નીર્ધાર કર્યો.

    જે નિર્ધારને સફળ બનાવવા માટે મૌલિક મહેતા અને રામનિવાસ ચિલ્ડ્રન ક્લબના બાળકોએ અપનાઘર વૃદ્ધાશ્રમ ખાતે જઈને વડીલો સાથે દિવાળી ઉજવી, સમાજને એક નવી રાહ ચીંધી છે. દિવાળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકોએ વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધોને દિવાળીની શુભકામનાઓ પાઠવી, સાથોસાથ દરેક વડીલોને નવાં કપડાંનું વિતરણ પણ કર્યું. આ ઉપરાંત વૃદ્ધાશ્રમના પટાંગણમાં સુંદર મજાની રંગોળી કરવામાં આવી, જેમાં 'યે દિવાલી આશીર્વાદો વાલી' લખવામાં આવ્યું હતું. બાળકોએ વડીલો સાથે ફટાકડા ફોડીને આપણાં પરંપરાગત તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી.

    ઉજવણીના અંતે બાળકોએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સ્વાદિષ્ટ ભોજન લીધું. આ તકે દિવાળીની ઉજવણી કરવા આવેલા બાળકોએ જણાવ્યું કે, આપણે આપણાં તહેવારો કે ખાસ દિવસોની ઉજવણી આવી કોઈ સંસ્થામાં કરવી જોઈએ. જેથી કરીને અનાથાશ્રમમાં રહેતા બાળકો કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને એવું લાગે કે, તેઓનો પણ કોઈ પરિવાર છે, જે તેઓની કાળજી લે છે! વારે-તહેવારે આવી સંસ્થાઓમાં થતી ઉજવણી આપણાં સૌ માટે ખાસ બની રહે છે, સાથોસાથ વડીલોના આશીર્વાદ પણ મળે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diwali 2021, Diwali celebration, Junagadh news, Local News, Old Age Home

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन