Junagadh News: સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં આજરોજ તા.19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પાંચાયતની ચૂંટણી (Election)યોજાઈ હતી, ત્યારે જૂનાગઢ જિલ્લામાં (Junagadh Electon)પણ કુલ 388 ગ્રામ પંચાયતો માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં (Gram Panchayat)સામાન્ય મતદાતાઓ સાથે મતદાન કરતા વિકલાંગો અને વૃદ્ધો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યાં હતાં.
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અનેક લોકોએ મતદાન તો કર્યું, સાથોસાથ વિકલાંગો અને વૃદ્ધોએ મતદાન કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને વડાલ ગામે વિકલાંગ અને વૃદ્ધ લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ લઈને વડાલ ગામના ગોબરભાઈ કાછડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને, મતદાન કર્યું હતું. તેઓની ઉંમર 80 વર્ષ છે અને તેઓ પગેથી ચાલી નથી શકતા, તેમ છતાં તેઓએ મતદાન કરીને અનેક લોકોને પ્રેરણા પુરી પાડી હતી.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના પાદરિયા ગામે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લક્ષ્મીબેન પરમાર કે જેઓ વિકલાંગ છે, તેઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, આપણે મતદાન અવશ્યથી કરવું જોઈએ, જેથી આપણા સમાજને યોગ્ય સેવક મળે અને આપણે પણ આપણાં દેશ અને ગામના વિકાસમાં સહભાગી થઈ શકીએ. તેઓએ વધુમાં કહ્યું કે, સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લઈએ છીએ તો, મતદાન કરીને આપણી ફરજ પણ નિભાવવી જોઈએ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર