Junagadh News: જૂનાગઢમાં પારિવારિક સંબંધોમાં તકરારનો વધુ એક કિસ્સો (Crime) સામે આવ્યો છે. જૂનાગઢના દાતાર રોડ (Datar Road) ઉપર એક વિસ્તારમાં આવેલ સંયુક્ત માલિકીની દુકાન ભાડે આપવા બાબતે બે શખ્સો વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતને રૌદ્ર રૂપ મળતાં ભાઈએ ભાઈને ગાળો કાઢીને, પાઇપ વડે હુમલો (Attack) કર્યો, જ્યારે એક શખ્સે તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ જૂનાગઢ પોલીસ (Junagadh Police) સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ; જૂનાગઢના દાતાર રોડના એક વિસ્તારમાં રહેતા મહેબૂબભાઈ હબીબભાઈ મકરાણીને દુકાન ભાડે આપવા તથા ખાલી કરાવવાની કોઈ સામાન્ય બાબતને લઈ તેમના ભાઈ નદીમ સાથે બોલાચાલી થયેલી. જે દરમિયાન નદીમે પોતાના ભાઈ સાથે વેર ઉતારવા ભાઈને ગાળો ભાંડીને, પાઇપ વડે હુમલો કર્યો હતો.
જે દરમિયાન નદીમની સાથે રહેલાં એક શખ્સ જેનું નામ અસલમ છે, તેમણે તલવાર વડે હુમલો કરીને મહેબૂબભાઈને ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ સાહિલ ઉર્ફે ગણીયો અને મહંમદ હુસૈન વિરુદ્ધ એ-ડિવિઝનમાં કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર