જૂનાગઢઃ ઓઝત નદીમાં ઘોડાપૂર આવતાં સુખપુર નજીક પૂલ ધરાશાયી

News18 Gujarati
Updated: July 15, 2018, 5:47 PM IST
જૂનાગઢઃ ઓઝત નદીમાં ઘોડાપૂર આવતાં સુખપુર નજીક પૂલ ધરાશાયી
જુનાગઢના પુલ ધરાશાયી

જુનાગઢ જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો છે. તો રવિવારે પણ વરસદા પડવાનો શરૂ થઇ ગયો છે.

  • Share this:
જુનાગઢ જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો છે. તો રવિવારે પણ વરસદા પડવાનો શરૂ થઇ ગયો છે. ભાર વરસાદના કારણે આ વિસ્તારની નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. તો સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. વરસાદી માહોલમાં એક પુલ ધરાશાયી થયો હોવાની પણ માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે જુનાગઢ જિલ્લામાં આવેલા વંથલી અને સુખપુર વચ્ચેનો પુલ ધારાશાયી થયો છે. ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં ઘોડાપુર આવતા નદી પરનો આ પુલ રવિવારે ધરાશાયી થયો હતો. પુલ તૂટી જવાથી વંથલી અને સુખપુર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. જેના પગલે આ પુલ ઉપરથી થતાં વાહનવ્યવહાર પણ ઠપ થયો છે.

વધુ વિગત જાણવા માટે અહીં વિડિયો પર ક્લિક કરોદાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરાયા

જૂનાગઢમાં મેધરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું હતું. ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો અને વાડી વિસ્તાર પાણીમાં ફરી વળ્યા હતો. ત્યારે મેદરડા તાલુકાની દાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2થી 3 દિવસથી ભારે વરસાદના કારણે દાત્રાણ ગામે રહેતા 41 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. ઘટનાની જાણ તંત્રને થતા તાલુકા વિકાસ અધિકારી.સરપંચ સહિત એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દિલધડક રેક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને બચાવી લેવાયા હતા. 

 
First published: July 15, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading