Home /News /kutchh-saurastra /

VIDEO: દાતાર પર્વતની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા; મહંત ભીમબાપુ અને સેવકોની મહેનત રંગ લાવી!

VIDEO: દાતાર પર્વતની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા; મહંત ભીમબાપુ અને સેવકોની મહેનત રંગ લાવી!

datar

datar stair

જૂનાગઢમાં આવેલા દાતાર પર્વતની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા છે! મહંત ભીમબાપુની પ્રેરણાથી દાતારની જગ્યાના સેવકોએ એવી કામગીરી કરી કે..

    જૂનાગઢમાં સ્થિત ગરવા ગિરનારની પર્વતમાળાનો એક પર્વત એટલે દાતાર પર્વત; જેના ઉપર જમીયલ શા દાતાર બાપુની જગ્યા આવેલી છે. આ જગ્યાએ હિન્દૂ-મુસ્લિમ બંને કોમના યાત્રાળુઓ માથું ટેકવવા આવતાં હોવાથી, આ જગ્યાને કોમી એકતાનું અનોખું ઉદાહરણ કહેવામાં આવે છે. દાતારની જગ્યાના મહંત પ.પૂ.ભીમબાપુના આશીર્વાદથી સેવકો દ્વારા દાતારની સીડીને રંગરોગાન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત સીડી પર અમુક અંતરે લાઈટો મૂકીને અનોખો ઝળહળાટ કરવામાં આવ્યો છે, જે દાતાર પર્વતની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

    વિશ્વ પ્રસિદ્ધ ગિરિવર ગિરનારની નજીક આવેલો દાતાર પર્વત ધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અતિમહત્વનો પર્વત છે. દાતાર પર્વત પર સ્થિત જમિયલશા દાતારની જગ્યા કોમી એકતાનું સર્વોચ્ચ પ્રતીક છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક અનોખી આસ્થા લઈને આવે છે, અહીં ચોવીસ કલાક અન્નક્ષેત્ર કાર્યરત રહે છે, ઉપરાંત દાતારની જગ્યામાં કે સીડી પર પીવાના પાણી માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અહીંની પ્રચલિત માન્યતા પ્રમાણે 'જે માંગે તે આપે એનું નામ દાતાર' માટે અહીં આવતાં દરેક શ્રદ્ધાળુઓનો દરેક મનોકામના અવશ્યથી પૂર્ણ થાય છે.

    એટલા માટે જ, દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુ અને સેવકો દ્વારા એક સરાહનિય બીડું ઝડપવામાં આવ્યું. જેમાં દાતારની જગ્યાના મહંત ભીમબાપુની પ્રેરણાથી સેવકો દ્વારા દાતારની જગ્યા સુધી પહોંચતી પર્વતની સીડી પર રંગરોગાન કરવામાં આવ્યું છે. અંદાજે 2795 ફૂટની ઊંચાઈ પર સ્થિત દાતાર બાપુની જગ્યા સુધી પહોંચવા માટે આશરે 2800 થી વધારે પગથિયાં ચડવા પડે છે. જે પ્રત્યેક પગથિયાને નવા રંગરોગાન સાથે એક નવીન રૂપ આપવામાં આવ્યું છે.

    અત્રે એ વાત નોંધનીય છે કે, દાતારની જગ્યાના મહંત પ.પૂ.ભીમબાપુ અને સેવકો દ્વારા પોતાના હાથે પગથિયાં રંગવાનું કામ થયું છે. દાતારની જગ્યાના સેવકોએ જાત મહેનત કરીને દાતારની સીડીને એક નવું રૂપ આપ્યું છે. રંગરોગાન ઉપરાંત દાતાર સુધી પહોંચાડતી સીડી પર અમુક અંતરે લાઈટો મુકવામાં આવી છે, જેનાથી સમગ્ર સીડી પ્રકાશથી દીપી ઉઠી છે. ખાસ કરીને, રાત્રીના સમયે જૂનાગઢ શહેરમાંથી દેખાતો દાતારની સીડીનો ભવ્ય નજારો ખરેખર અભિભૂત કરી દે એવો છે. સેવકગણ દ્વારા દાતારની જગ્યામાં દાતાર બાપુની કૃપાથી અનેક કામો થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં આ કાર્ય અવિરત ચાલુ રહેશે, તેવું જણાવવામાં આવ્યું છે.
    First published:

    Tags: Datar, Hindu muslim, Junagadh news

    આગામી સમાચાર