નીલકંઠવર્ણી વિવાદ: BAPSએ વિવાદથી દૂર રહી શાંતી જાળવવાની કરી અપીલ

News18 Gujarati
Updated: September 10, 2019, 5:40 PM IST
નીલકંઠવર્ણી વિવાદ: BAPSએ વિવાદથી દૂર રહી શાંતી જાળવવાની કરી અપીલ
બીએપીએસ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક લોકોએ વૈમનસ્ય ભૂલી વિવાદોથી દૂર રહેવું જોઈએ. હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે. આપણે ધર્મ પર નિવેદનો કરવાને બદલે તેનો આદર કરવો જોઈએ.

બીએપીએસ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક લોકોએ વૈમનસ્ય ભૂલી વિવાદોથી દૂર રહેવું જોઈએ. હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે. આપણે ધર્મ પર નિવેદનો કરવાને બદલે તેનો આદર કરવો જોઈએ.

  • Share this:
નીલકંઠવર્ણી વિવાદને લઈ બીએપીએસ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. બીએપીએસ સંસ્થા દ્વારા લોકોને શાંતી જાળવવાની અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બીએસપીએસ સંસ્થા દ્વારા લોકોને શાંતી જાળવવાની અપીલ કરવામાં આવી છે. બીએપીએસ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક લોકોએ વૈમનસ્ય ભૂલી વિવાદોથી દૂર રહેવું જોઈએ. હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે. આપણે ધર્મ પર નિવેદનો કરવાને બદલે તેનો આદર કરવો જોઈએ. અને સનાતન ધર્મની સેવામાં જોડાવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી નિલકંઠવર્ણી વિવાદને લઈ સાધુ-સંતો વચ્ચે રીતરસરનું ધર્મયુદ્ધ ચાલી રહ્યું હોય તેમ એક બીજા વિરુદ્ધ નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. સ્વામીનારાયણ સંતો અને મોરારીબાપુના સમર્થનમાં આવેલા સંતો વચ્ચે વાદવિવાદના સૂર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે, આ વિવાદ વધે નહી તે માટે બીએસપીએસ સંસ્થા દ્વારા શાંતીની અપીલ કરવામાં આવી છે.

શું છે વિવાદ ?
જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા છે. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर