જૂનાગઢ: સરકારથી નારાજ કાપડના વેપારીઓએ મતદાન ન કરવાનો સામુહિક નિર્ણય કર્યો
જૂનાગઢ: સરકારથી નારાજ કાપડના વેપારીઓએ મતદાન ન કરવાનો સામુહિક નિર્ણય કર્યો
Textile traders
કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.1લી જાન્યુઆરી થી કાપડ પર લાગતા જીએસટીના દરમાં (GST) તોતિંગ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં જૂનાગઢના કાપડના વેપારીઓએ (Merchant) અડધો દિવસ પોતાની દુકાનો બંધ રાખી હતી.
Junagadh News: કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.1લી જાન્યુઆરી થી કાપડ પર લાગતા જીએસટીના દરમાં (GST) તોતિંગ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં જૂનાગઢના કાપડના વેપારીઓએ (Merchant) અડધો દિવસ પોતાની દુકાનો બંધ રાખી હતી. આ ઉપરાંત માંગનાથ રોડ (Mangnath Road) ઉપર ભેગા થઈને સૌ વેપારીઓએ સરકારના રાજાશાહી નિર્ણયના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં, એટલું જ નહીં, ભગવાનના સોગંધ ખાઈને આગામી ચૂંટણીમાં મતદાન (Voting) ન કરવાનો સામુહિક નિર્ણય કર્યો હતો.
જે દેશની 85% થી વધારે પ્રજા એક હજારની અંદર કપડાં પહેરે છે, તે દેશના લોકો માટે જીએસટી દરમાં થયેલો તોતિંગ વધારો કમરતોડ સાબિત થશે, કાપડ મોંઘું બનશે અને બજારમાં મોંઘવારીમાં પણ વધશે. જેથી કરીને જૂનાગઢ માંગનાથ રોડના કાપડના વેપારીઓએ આજરોજ તા.30મી ડિસેમ્બરના રોજ સવાર થી લઈને બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો.
આ તકે ક્લોથ એન્ડ રેડીમેઈડ એશોસીએશને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કાપડ ઉપર લાગતો જીએસટીની દર 5% ને બદલે 12% કરવા જઈ રહી છે, ત્યારે વેપારીઓનું એવું માનવું છે કે, દેશમાં લોકશાહી નહીં, પરંતુ અફસરશાહી શાસન ચાલી રહ્યું છે. મોલ કલચરના વેપારીઓને બઢાવો મળે અને નાના વેપારીઓને મુશ્કેલીઓ પડે તેવી રીતે આ સરકાર પગલું ભરવા જઈ રહી છે, જેનો વેપારીઓ વિરોધ કરે છે.
આ ઉપરાંત જૂનાગઢ માંગનાથ રોડના વેપારીઓએ સરકારને ખુલ્લી ચેલેન્જ આપતાં કહ્યું કે, તેઓ ભગવાન રામની સોગંદ ખાઈને કહે છે કે, જો જીએસટીના દરમાં વધારો થશે, તો એકપણ વેપારી આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે. સરકારથી નારાજ વેપારીઓ 100% મતદાન નહીં કરે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર