Junagadh News: આજરોજ તા.27મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ (Junagadh) ખાતે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ જુની પેન્શન યોજના (Old Pension System) ફરીથી ચાલુ કરવા અંગે અને બીજા મુદ્દાઓને લઈને એક દિવસીય ધરણાં (One day picket) કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષક ભાઈઓ-બહેનોએ (Teachers) મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત રહેલા શિક્ષકોએ પોતાની માંગ સંતોષાય એ માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા.
શિક્ષણની સ્થિતીમાં સુધારો લાવવા, શિક્ષણમાં સારા પરિણામો મેળવવા બાબતે શિક્ષકોનું સંગઠન કામ કરી રહ્યું છે, વર્ષ–2006 થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે તેઓએ ગુ.રા.પ્રા.શિ.સંઘ અને અ.ભા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન ચલાવતા આવ્યાં છે. આ અગાઉ રાષ્ટ્રપતી, પ્રધાનમંત્રી, સંશાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી વગેરેને આવેદનપત્રો આપવામાં આવેલ છે.
અ.ભા.પ્રા.શિ.સંઘની તા.14-15 નવેમ્બર 2021ના રોજ બૌઘ ગયા (બિહાર) ખાતે મળેલી કારોબારી સભામાં ઠરાવ્યા અનુસાર તથા A.I.P.T.F. ની એકશન કમિટી દ્વારા અમારી નીચે મુજબ જણાવેલ માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવેલ છે. તે અનુસાર આજરોજ તા.27મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા જિલ્લાઆ પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું, સાથે કેટલીક માંગણી અને પ્રશ્નો સંતોષવા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો.
જેમાં જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે, સાતમા પગારપંચનો લાભ સમગ્ર ભારતમાં સમાનરૂપે મળે, કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપવામાં આવે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દૂર કરવામાં આવે સહિતના અનેક પ્રશ્નોના જવાબની માંગ કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર