Home /News /kutchh-saurastra /

જૂનાગઢનો ચા વેંચનારો આ વ્યક્તિ સ્વચ્છતાનો સખત આગ્રહી, તેનું કામ જોઇ તમે પણ કહેશો 'વાહ'

જૂનાગઢનો ચા વેંચનારો આ વ્યક્તિ સ્વચ્છતાનો સખત આગ્રહી, તેનું કામ જોઇ તમે પણ કહેશો 'વાહ'

Tea

Tea Distributor

જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર ચા વહેંચતા આ દુકાનદાર સ્વચ્છતાના એટલા બધા આગ્રહી છે કે, રોજ સવારે વેપાર શરૂ કરતાં પહેલા કરે છે આ કામ..

    તમે અવનવી સ્ટાઇલમાં ખાણીપીણીની વસ્તુઓ (Food Wendors)વહેંચતા અનેક ફેરિયાઓ અને દુકાનદારો (shopkeeper)વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે, પણ જૂનાગઢના ખામધ્રોળ રોડ (Khamdhrol Road) પર આવેલ એક ચાની દુકાન ચલાવતાં દુકાનદાર સ્વચ્છતાના (Cleanliness) એટલાં બધાં આગ્રહી છે કે, તેઓ દરરોજ સવારે દુકાનના વેપારની શરૂઆત કરે એ પહેલાં, દુકાનની આસપાસના અંદાજે 350 મીટરથી વધારે એરિયાની સફાઈ (Cleaning) કરે છે.

    ખામધ્રોળ રોડ ઉપર 'બાબા ટી' નામની ચા-નાસ્તાની દુકાન ચલાવતાં કલ્પેશભાઈ પોરડીયા સ્વચ્છતાના ખુબજ આગ્રહી છે. તેઓ સવારે જ્યારે પોતાની દુકાને વેપાર કરવા આવે, ત્યારે વેપાર શરૂ કરતા પહેલા તેઓ અંદાજે એક કલાક સ્વચ્છતા માટે ફાળવે છે. કલ્પેશભાઈ દિવસ દરમિયાન પોતાની દુકાનની આજુબાજુ અને અહીંથી પસાર થતાં ખામધ્રોળ મેઈન રોડ પર જમા થયેલ પ્લાસ્ટિક વગેરેનો કચરો અને ધૂળને ભેગી કરીને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે છે. આ કાર્ય તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કરતાં આવ્યા છે.

    સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવાના આગ્રહી કલ્પેશભાઈએ પોતાની દુકાનમાં અનેક જગ્યાએ સ્વચ્છતા રાખવા અને પર્યાવરણ બચાવવા અંગે જાગૃતી સંદેશનું લખાણ પોતાના હાથે કર્યું છે. એટલું જ નહીં, તેઓની દુકાનની બાજુમાં આવેલ એક દીવાલને અડીને જમા થતો કચરો દૂર કરીને, તેઓએ તે દીવાલ પર પણ અનેક જગ્યાએ જાગૃતિ સંદેશાઓ લખ્યાં છે.

    કલ્પેશભાઈની દુકાન એક ખાનગી કોલેજની તદ્દન નજીક આવેલી છે, જેથી અહીંથી અનેક વિદ્યાર્થીઓ વાહનો લઈને દિવસ દરમિયાન પસાર થાય છે. રસ્તાઓ ઉપર પડેલી રેતીને લીધે અનેક વખત વાહન સ્લીપ થતાં હોય છે. જે ન થાય તે માટે કલ્પેશભાઈ દરરોજ સવારે દુકાને આવીને રસ્તા પરથી ધૂળ હટાવી તેનો નિકાલ કરે છે. આ ઉપરાંત તેમની દુકાને આવતાં વિદ્યાર્થીઓ કોઈ વ્યસનના શિકાર ન બને તે માટે તેઓ પોતાની દુકાનમાં બીડી-સિગારેટ કે તંબાકુનું વેંચાણ કરતાં નથી, આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા શિખામણ આપે છે. તેઓએ પર્યાવરણનું જતન કરવા પોતાની દુકાનની બાજુમાં એક વડલાના વૃક્ષનું વાવેતર પણ કર્યું છે.

    હાલમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ સ્વચ્છતા અભિયાનમાં તેઓ તેનાથી થઈ શકે એટલું યોગદાન આપી રહ્યાં છે. કલ્પેશભાઈના આ નિ:સ્વાર્થ કાર્યનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે, આપણાથી જાણતા-અજાણતા પણ પર્યાવરણ અને પશુ-પક્ષીઓને કોઈ નુકસાન ન થાય! નિયમિતપણે તેઓ દ્વારા થતી સફાઈ કામગીરી અને સેવા પ્રવૃત્તિને તેઓ પ્રભુભક્તિ જ સમજે છે. તેઓએ લોકોને સંદેશ આપતાં કહ્યું કે, દરેક વ્યક્તિએ એક વૃક્ષ ફરજીયાત વાવવું જોઈએ અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ.
    First published:

    Tags: JMC, Junagadh news, Tea stall

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन