Home /News /kutchh-saurastra /જૂનાગઢ: સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે યોજાયેલા હિંડોળાના અલભ્ય દર્શન અને પરંપરાનું મહત્ત્વ

જૂનાગઢ: સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે યોજાયેલા હિંડોળાના અલભ્ય દર્શન અને પરંપરાનું મહત્ત્વ

X
હિંડોળાના

હિંડોળાના અલભ્ય દર્શન

જૂનાગઢના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનું સુંદર આયોજન થયું છે. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ યોજાય છે.

    જૂનાગઢ:  સ્વામિનારાયણ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાનને રીઝવવા અને હૃદયના સાચા ભાવથી ભક્તિ કરવા અનેકવિધ ઉત્સવો થતાં આવ છે, જેમાં જન્માષ્ટમી મહોત્સવ, શિવરાત્રી, ફૂલદોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા ઉત્સવ વગેરે ઉત્સવો ખૂબ જ ધામધૂમપૂર્વક મંદિર પરિસરમાં યોજવામાં આવતા હોય છે.  જૂનાગઢના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનું સુંદર આયોજન થયું છે.

    હિંડોળા ઉત્સવ હિન્દુ પંચાંગ મુજબ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી યોજાય છે, જેમાં પ્રતિદિન ભગવાનના હિંડોળાને ફળ-ફળાદી, શાકભાજી, મોરપીંછ, રંગીન કાપડ, અનાજ-કઠોળ, મોતી-માણેક કે આભલા, કોડી-શંખલા કે છીપલા, આર્ટિફિશિયલ ફ્લાવર્સ જેવી વસ્તુથી સુશોભિત કરવામાં આવે છે, જે હિંડોળામાં ભગવાનને પધરાવીને હૈયાના હેતથી ઝૂલવવામાં આવે છે.

    હિંડોળા દર્શનનું મહત્ત્વ 

    વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને સુંદર લીલાઓ કરી હતી, ગોપીજનોએ ભગવાનને હિંડોળે ઝુલાવ્યા હતા, તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રીકૃષ્ણને ઝુલાવવામાં આવે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો અને હરિભક્તોએ પણ ભગવાન શ્રી સ્વામિનારાયણને હિંડોળામાં ખૂબ હેતથી ઝુલાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્યરૂપે હતા, ત્યારે ભક્તોની ભક્તિને વશ થઈને તેઓ તેના દ્વારે જતાં અને  તેઓના મનોરથ પૂર્ણ કરવા ભગવાન હિંડોળે ઝૂલતા.

    આગામી તા. 6 સપ્ટેમ્બર સુધી ચાલશે હિંડોળા દર્શન અને શ્રી હરિકથા પારાયણ:

    જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આ પરંપરા હજુ એમની એમ જળવાયેલી છે, દર વર્ષે અહીં હિંડોળા દર્શનનું આયોજન થાય છે. હજારોની ભાવિકો મનમોહક હિંડોળાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ચાલુ વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર એટલે કે ગત તા.૯મી ઓગસ્ટથી હિંડોળા દર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસને અનુસંધાને અહીં શ્રી હરિકથા પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 6 સપ્ટેમ્બર સુધી હરિભક્તો હિંડોળા દર્શન તેમજ શ્રીહરિકથા પારાયણનો લાભ લઈ શકશે.

    જૂનાગઢના મુખ્ય મંદિર હિંડોળા દર્શનની ખાસિયત

    શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે યોજાયેલ હિંડોળા દર્શનની વાત કરીએ તો, અહીં જે હિંડોળા બનાવવામાં આવ્યા છે, તે થરમૉકૉલ માંથી બનાવવામાં આવ્યા છે, જેની કોતરણી સુંદર કલાત્મક રીતે કરવામાં આવી છે, તેને રંગો અને લાઇટિંગ દ્વારા સુસજ્જ કરવામાં આવ્યા છે, હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનેકો પ્રતિમા પધરાવવામાં આવી છે, જેને અવનવા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં સિદ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતીજી, ગણેશજી વગેરેના દર્શન કરી ભાવિકો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.
    First published:

    Tags: Swaminarayan, Temple, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन