ભગવા કપડાની આડમાં પોતાની ઐયાશી છુપાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના પંચાળા ગામના સ્વામી મંદિરના એક સાધુ ગામની યુવતીને ભગાડી ગયાનો આક્ષેપ ગ્રામજનો કરે છે.
હરિદ્વારનું બહાનું કરી યુવતીને લઇ સાધુ થયો ફરાર
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા પંચાળા ગામમાં સ્વામી નારાયણ મંદિર આવેલું છે. મોટી સંખ્યામાં તેની સાથે હરી ભક્તો જોડાયેલા છે. આ મંદિર સાથે નાતો હોય હરિભક્તો પોતાના પરિવાર સાથે અહી આવતા હોય છે ત્યારે આ મંદિરના એક લંપટ સાધુ કેશવજીવનદાસની નજર હરિભક્તની યુવાન દીકરી પર પડી હતી. હરિદ્વારનું બહાનું કરીને લંપટ સાધુએ યુવતીને લઇ ભાગી ગયાનો આક્ષેપ ગામના સરપંચે કર્યો છે.
પંચાળા ગામના સરપંચનું શું કહેવું છે ?
પંચાળા ગામના સરપંચ દેવાયત ચુડાસમાંના જણાવ્યા પ્રમાણે સ્વામી નારાયણ મંદિરના કેશવાનંદ અમારા ગામની યુવતીને ભગાડી ગયો છે. મંદિરે પૂછવા જતાં યોગ્ય જવાબ મળ્યો નથી. જો સાધુ આવું કરે તો વિશ્વાસ કોનો કરવો ?
છેલ્લા 15 વર્ષથી સાધુ છૂટક કામ કરતો હતો
બીજી તરફ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ આ બાબતે કશું કહેવાને બદલે કેશવાનંદ છેલ્લા 15 વર્ષથી અહીં માત્ર છુટક કામ કરતો હોવાનું જણાવેલું બાકી અહીંથી તે હરદ્વારનું કહીને જબલપુર વાળી ટ્રેઈનમાં ગયો હતો. સ્વામી મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામચરણદાસજીએ જણાવ્યું હતું કે, અમે તપાસ કરતા તે અમારા સંપ્રદાયના મંદિર હરિદ્વાર પહોચ્યો નથી. માત્ર એટલી ખબર છે અને તેનો કોઈ સંપર્ક થતો નથી અમે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
સાધુનું મૂળ નામ સુરેશ મનસુખ છે તે મૂળ અમરેલી જિલ્લાનો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહી રહેતા સાધુનું મૂળ નામ સુરેશ મનસુખ છે અને તે વઘાસીયા મૂળ અમરેલી જિલ્લાનો છે. અહી તેનું નામ કેશવજીવન દાસ રાખવામાં આવ્યું હતું. તે છેલા પંદર વર્ષથી અહી કામ કરતો હાલતે હરિદ્વારનું બહાનું કરી જતો રહ્યો છે. તેનો કોઈ સંપર્ક નથી કે હરિદ્વાર મંદિરમાં પણ નથી અમે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
Published by:News18 Gujarati
First published:April 19, 2018, 17:30 pm