ભેસાણ : ટેકાના ભાવે નબળી મગફળી ઘૂસાડવાનો આક્ષેપ, સંઘાણીએ કહ્યું- અધિકારીઓ જવાબદાર

News18 Gujarati
Updated: February 4, 2020, 1:12 PM IST
ભેસાણ : ટેકાના ભાવે નબળી મગફળી ઘૂસાડવાનો આક્ષેપ, સંઘાણીએ કહ્યું- અધિકારીઓ જવાબદાર
દિલીપી સંઘાણીએ કહ્યું કે મોટા અધિકારીઓ સરકારને અધિકારીઓ સામે પગલાં ભરવાના નામે ડરાવે છે

ટેકાના ભાવે નબળી ગુણવત્તાવાળી મગફળી ઘૂસાડવાનો આરોપ, સંઘાણી બોલ્યા 'સરકારે આવી ખરીદીથી બચવુ જોઈએ, અધિકારીઓ સરકારને ડરાવે છે'

  • Share this:
જૂનાગઢ : રાજ્યમાં મગફળી કૌંભાંડનું ભૂત શાંત થવાનું નામ ન લેતું હોય તેમ ફરીથી ધૂણ્યું છે. એક પછી એક એપીએમસીમાં વારતહેવારે નબળી ગુણવત્તાની મગફળી ટેકાના ભાવે ખરીદાઈ ગઈ હોવાના બનાવો બની રહ્યા છે. દરમિયાન આજે જૂનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે નબળી ગુણવત્તાની મગફળી ઘૂસાડવાનો આક્ષેપ થયો છે. આ આક્ષેપ સાથે જ ફરીથી મગફળી કાંડનું ભૂત ધૂણ્યું છે. આ સમગ્ર મામલે નાફેડના ચેરમેન અને પૂર્વ સહકાર મંત્રી દિલીપ સંઘાણીએ સ્ફોટક નિવેદન આપ્યું છે.

આ સમગ્ર મામલે દિલીપ સંઘાણીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'વિજયભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર, ખેડૂતોનું હિત જળવાય, એની આર્થિક સલામતી સમૃદ્ધી જળવાય તેવી યોજનાઓ બને છે. પરંતુ આ સહાયતા અને યોજનાઓ બાદ અધિકારીઓના કારણે સરકારની મહેનત પર પાણી ફરી વળે છે. સરકારે આવી ખરીદીઓમાંથી બહાર આવવું જોઈએ. કેન્દ્ર સરકાર નાફેડને આ જવાબદારી સોંપે છે. સરકારે આ જવાબદારીમાંથી બહાર આવવું જોઈએ. પુરવઠા નિગમ પાસે હાલ આ જવાબદારી છે. સરકારે આ પ્રવૃતિમાંથી બહાર નીકળી નાફેડને જવાબદારી સોંપવી જોઈએ.'

આથી મોટી મજાક કોઈ હોઈ શકે નહીં!

સંઘાણીએ એક સ્ફોટક નિવેદનમાં જણાવ્યું કે 'મગફળી ખરીદાયા બાદ નબળી ગુણવત્તાની મગફળી મજૂરો ઘૂસાડતા હોય છે પરંતુ આ કૌભાંડ આચારનાર ક્લાસ-1 કે ક્લાસ-2 કે જે હોય તે અધિકારીઓ બહાર આવતા નથી. પોલીસ મજૂરોને પકડે છે કે અમે મગફળી બદલનારાઓને પકડી પાડ્યા પરંતુ તેની પાછળના ચહેરા ખુલ્લા પડતા નથી. આથી મોટી મજાક કોઈ હોઈ શકે નહીં. મજૂરો દોષિત નથી. મજૂરોને પગડવા યોગ્ય નથી અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ'

આ પણ વાંચો :   કોરોનાવાયરસનો કહેર : સાબરકાંઠામાં બે અને મહેસાણામાં એક શંકાસ્પદ કેસ

અધિકારીઓએ ખુલાસા કરવા જોઈએગુજરાતની પોલીસ ખ્યાતિ ધરાવે છે. ગંભીરમાં ગંભીર ગુનાઓ ઉકેલી શકે છે. તો પછી આ કૌભાંડના પાછળના ચહેરાઓને ખુલ્લા પાડવા જોઈએ. આ લોકોને પકડવામાં નિષ્ફળ રહી અને બદનામી ન વહોરવી જોઈએ. સરકારે પ્રથમ તો આ પ્રવૃત્તિમાંથી બહાર નીકળી જવું જોઈએ.

ભેસાણમાં નબળી મગફળી ખરીદાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.


'અધિકારીઓ સરકારને ડરાવે છે'

સંઘાણીએ વધુમાં જણાવ્યું કે 'આ મામલે સરકારે અધિકારીઓ પર પગલાં લેવા જ જોઈએ. મોટા અધિકારીઓ સરકારને ડરાવતા કે દબાવતા હોય છે કે અધિકારીઓ પર પગલાં લઈશું તો સરકાર દોષિત ગણાશે પરંતુ સરકારે આ પ્રકારની વાતોમાં ન આવી અને પગલાં લેવા જોઈએ અને ખુલ્લા પગલાં ભરવા જોઈએ. સરકારે બદનામીમાંથી બહાર નીકળી અને નાફેડને આ જવાબદારી સોંપવી જોઈએ.

પુરવઠા નિગમને ખરીદીનો અનુભવ નથી

દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે 'પુરવઠા નિગમને આ પ્રકારની ખરીદી કરવાનો કોઈ અનુભવ નથી. કેન્દ્ર સરકારે આ જવાબદારી નાફેડને સોંપી છે. નાફેડે આ ખીરીદ કરવી જોઈએ અને આ પ્રકારની ખીરીદીમાંથી બહાર નીકળી જવું જોઈએ.

આ પણ વાંચો :  અમરેલી : રાજુલાના એક ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું
First published: February 4, 2020, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading