ગરવા ગિરનારની ગોદમાં ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ક્રીમસન-ધ આર્ટ એકેડેમી અને આકૃતિ આર્ટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય રંગોળી-ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 જેટલા નવોદિત રંગોળી કલાકારો તેમજ 35 જેટલા યુવા ચિત્રકારોએ પોતાની આગવી કલાથી અનોખી કલાકૃતિઓ તૈયાર કરી છે.
આપણને મળેલાં કલા વારસાને પ્રોત્સાહન આપવા તેમજ વ્યક્તિમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા દર વર્ષે આવું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ આજરોજ તા.22 ઓક્ટોબર થી તા.24 ઓક્ટોબર, 2021 સુધી રંગોળી તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે. આ પ્રદર્શન ભુતનાથ મંદિર પરિસરમાં આવેલ સત્સંગ હોલ ખાતે યોજવામાં આવ્યું છે.
જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારની કલાપ્રેમી જનતા માટે આ ચિત્ર અને રંગોળી પ્રદર્શન સવારે 10 વાગ્યા થી રાત્રે 09 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેમાં યુવા કલાકારોમાં છુપાયેલી કલાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી, તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. ભૂતકાળમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની એક ઇવેન્ટમાં ભાગ લઈને દરેક યુવા કલાકારોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ પણ મેળવવામાં આવ્યું હતું. આગામી નજીકના સમયમાં પણ જૂનાગઢ અને ગાંધીનગર ખાતે આ સંસ્થાના કલાકારો પ્રદર્શન થવા જઈ રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર