Junagadh News: ગિરનાર રોપ-વે (Girnar Ropeway) પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે આવતીકાલ તા.25મી ડિસેમ્બરના રોજ નાતાલ (Christmas) તહેવારોની રજાને લઈને ગિરનાર (Girnar Junagadh) ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, ત્યારે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને તેમની ગિરનાર યાત્રા સુખદ રહે તે હેતુથી ગિરનાર રોપ-વે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ (Preparation) કરવામાં આવી છે.
ગત દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓનો ભારે ધસારો થવાથી, અનેક અગવડતાઓ પડી હતી. પ્રવાસીઓને લાંબા સમય સુધી તડકે લાઈનમાં ઉભું રહેવું પડયું હતું. ત્યારે નાતાલની રજાઓમાં ગિરનાર પ્રવાસે આવતાં પ્રવાસીઓને તડકાથી બચાવવા સમિયાણું બાંધવામાં આવ્યું છે. આ ઉપરાંત અશક્ત કે વયોવૃદ્ધ લોકો લાઈનમાં આગળ ચાલતાં ચાલતાં બેસી શકે, તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
ગિરનાર રોપવેના લોઅર સ્ટેશનમાં ક્રિસમસને લઈને ખાસ સુશોભન કરવામાં આવ્યું છે, જેમાં વેઇટિંગ એરિયામાં ક્રિસમસ ટ્રી મૂકવામાં આવ્યું છે, તેમજ છતમાં સ્ટાર્સ લગાવીને સુશોભીત કરવામાં આવ્યું છે. શાંતા ક્લોઝના લાલ પોશાકો પણ અહી લોકો માટે મૂકવામાં આવ્યાં છે, જેને પહેરીને લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે.
આ ઉપરાંત ઓમીક્રોન વાયરસની દહેશત વચ્ચે તમામ પ્રવાસીઓની સુરક્ષા જળવાય તે હેતુથી ગિરનાર રોપ-વે દ્વારા મુસાફરી કરવા આવતાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ અપાઈ રહી છે, તદુપરાંત ટીકીટ વિન્ડો પાસે જતાં પહેલાં તમામ વ્યક્તિઓના હાથ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે તેમજ ટેમ્પરેચર ગનથી તાપમાન માપવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને માસ્ક સાથે જ રોપ-વે સાઇટ ઉપર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર