જૂનાગઢ : નરાધમ દીકરાએ ચાકુનાં ઘા ઝીંકી વૃદ્ધ બાપની હત્યા કરી, લોહીના સંબંધોનો 'લોહિયાળ અંત'

જૂનાગઢ : નરાધમ દીકરાએ ચાકુનાં ઘા ઝીંકી વૃદ્ધ બાપની હત્યા કરી, લોહીના સંબંધોનો 'લોહિયાળ અંત'
બાપની હત્યા નીપજાવનાર નરાધમ દીકરો

નાનકડા ગામડાના દીકરાએ વૃદ્ધ પિતાને છરકીના ઘા ઝીંકતા મેરામણ ભાઈ લોહિના ખાબોચિયામાં ઢળી પડ્યા

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ : ગુજરાતી ભાષાનું એક મીઠું હાલરડું છે જેમાં એક બાપ પોતાના સંતાન માટે ગાય છે કે 'દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીમા રે વાજો એ નીંદમાં પોઢેલ છે,' જે પિતાએ વર્ષોના વર્ષે ઉછેર કરીને દીકરાને મોટો કર્યો એ જ દીકરો જ્યારે સગા બાપના લોહિનો તરસ્યો થઈ જાય ત્યારે આ કળિયૂગની શરૂઆત છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. આવી જ એક કરૂણ ઘટના જૂનાગઢ (Junagadh) જિલ્લાના માળીયાહાટીનાના જુથળ (Maliya Hatina) ગામે ઘટી છે. અહીંયા એક નરાધમ દીકરાએ સગા બાપની (Son Killed Father) છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી છે.

  બનાવની વિગતો એવી છે કે માળીયા હાટીનાના જુથળ ગામે રહેતા વૃદ્ધ મેરામણભાઈ જીવાભાઈ કાથડને દીકરાએ છરીના ઘા ઝીંકતા તેમની હત્યા થઈ હતી. તેમનો હત્યારો દીકરો ગોવિંદ જૂના મન દુ:ખને લઈને અદાવત રાખીને બેઠો હતો.  મૃતક મેરામણભાઇ સાથે તેનો દીકરો ગોવિંદ રોજગાડી બાબતે ઝઘડો કરતો હતો. ગોવિંદનો મોટો ભાઈ તેના પિતા તથા ગોવિંદના ઝઘડાથી કંટાળી પોતાની પત્ની સાથે રાજકોટ રહેવા જતો રહ્યો હતો.

  મૃતક મેરામણભાઈની તસવીર


  આ પણ વાંચો :  રાજકોટ : 'કૌટુંબિક સાળાને મેં જ મારી નાખ્યો, દીકરીઓ મોટી થઈ, ના પાડી છતાં વારંવાર આવતો હતો'

  તેવામાં બાપ-દીકરો એક જ ઘરમાં અલગ અલગ રૂમમાં રહેતા હતા. ઝઘડાળું સ્વભાવનો ગોવિંદ એવો હેવૈાન બનશે કે પિતાનું જ કાસળ કાઢી નાખે એ તો કોઈએ સ્વર્ન પણ નહોતું વિચાર્યુ પરંતુ ગત મોડી રાત્રે ગોવિંદે એ કર્યે તેની સમાજના રૂવાંડા ઊભા કરી નાખશે. ગોવિંદે પિતા સાથે ઝઘડો કરી અને મનદુ:ખમાં છરીના ઘા પિતાના પેટમાં અને પડખામાં ઝીંકી દીધા હતા. પિતાને ઊપરાછાપરી છરી લાગતા મેરામણભાઈ ઢળી પડ્યા હતા.

  આ પણ વાંચો :  સુરત : 'વિશાલ ઓર ટુન્ના હાર્દિક કા હાથ પાંવ પકડ લીયે, કુનાલને ગરદન પે ચાકુ ચલા દીયા,' યુવકની હત્યા

  બનાવ વખતે નરાધમ ગોવિંદની માતા છોડાવવા મવચ્ચે પડ્યા હતા ત્યારે ગોવિંદ તેમને પણ ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મેરામણભાઈને સારવાર માટે હૉસ્પિટવલે લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં ગોવિંદની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપીની અટક કરવાની કામગીરી હાથ ધરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ જિલ્લાના નાનકડા ગામમાં ખેલાયેલા ખૂની ખેલ ચકચાર મચી જવા પામી છે.
  Published by:Jay Mishra
  First published:January 22, 2021, 17:01 pm

  ટૉપ ન્યૂઝ