Home /News /kutchh-saurastra /Junagadh : જમાઈએ સસરાને ઝીંકી દીધો લાફો! બે લાખ રૂપિયા માંગી, જાનથી મારી નાખવાની આપી ધમકી

Junagadh : જમાઈએ સસરાને ઝીંકી દીધો લાફો! બે લાખ રૂપિયા માંગી, જાનથી મારી નાખવાની આપી ધમકી

પોલીસે આરોપીની ઘરપકડ કરી હતી.

Junagadh News : સસરા જમાઈના વચ્ચે ખટરાગની વાતો અનેકવાર સામે આવતી હોય છે ત્યારે આ કિસ્સામાં કામ ધંધો ન કરતા જમાઈને ઠપકો આપનાર સસરા સાથે જાણો શું થયું

    Junagadh News: જૂનાગઢમાં સબંધોનો છેડ ઉડાડતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઈની (Junagadh News Today)  કરતૂત શરમાવે એવી છે જમાઈએ સસરાને લાફો ચોળીદેતા (son in Law Slapped Father in Law in Junagadh)  આ અંગે ફરિયાદ નોધાવી છે ઉપરાંત જમાઈની સસરા પાસે રૂપિયા બે લાખ અને માગણી કરી ધમકી પણ આપી છે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ શહેરના (Junagadh Police)  એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ; જૂનાગઢ શહેરના જલાઈવાડા વિસ્તારમાં રહેતા જમાઈને વ્યવસાય-ધંધા અંગે સસરાએ ઠપકો આપ્યો, તો જમાઈએ સસરાને લાફો ચોળી દીધો! આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતાં રૂપિયા બે લાખની ધમકી આપી. આ અંગે સસરાએ ફરિયાદ કરતાં, પોલીસે જમાઈ સામે ગુન્હો (Junagadh Crime)  નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની વિગતો અંગે  જૂનાગઢ પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર; જૂનાગઢના જલાઈવાડામાં રહેતાં અક્રમ ઇન્તિયાઝ પંજા અને તેની પત્ની રૂખસાર અક્રમ પંજા અવારનવાર કોઈને કોઈ બાબતે ઝગડો કરતાં હતાં, ત્યારે અક્રમ પંજા કોઈ કામ-ધંધો ન કરતો હોવાથી તેના સસરા ગુલામમહમદ હુસેન અન્સારીએ તેને ઠપકો આપ્યો હતો.

    અક્રમ પંજાએ સસરાનેલાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

    જે વાતનું વેર રાખીને ઉશ્કેરાયેલા અક્રમ પંજાએ તેના સસરા ગુલામમહમદ હુસેન અન્સારીને થપ્પડ મારીને બે લાખ રૂપિયા માંગેલા અને જો પૈસા ન આપે તો ખોટો કેસ કરવા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઈને અક્રમ પંજાના સસરા ગુલામમહમદ હુસેન અન્સારીએ તેઓના જમાઈ અક્રમ પંજા વિરુદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જે અન્વયે જૂનાગઢ પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Father-in-law, Junagadh police, ગુનો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन