Home /News /kutchh-saurastra /

Junagadh : લો બોલો! પાર્ક કરેલી એક્ટિવાનું સાયલેન્સર ચોરાયું; ચોરીનો અજીબ કિસ્સો

Junagadh : લો બોલો! પાર્ક કરેલી એક્ટિવાનું સાયલેન્સર ચોરાયું; ચોરીનો અજીબ કિસ્સો

Junagadh Police

Junagadh News : પાર્કિંગમાં એક્ટિવા મૂકતા પહેલાં ચેતજો! ઈકો ગાડી બાદ હવે એક્ટિવાના સાઇલેન્સર પર તસ્કરોની બાજ નજર!

    Junagadh News: જૂનાગઢમાં ચોરીનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના ખલીલપુર વિસ્તારમાં (Junagadh Crime) એક એક્ટિવા સ્કૂટર માંથી સાયલેન્સર (Honda Activa) ચોરાયું હોવાની ફરિયાદ, જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધવામાં આવી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે અંદાજીત રૂ.35 હજારની કિંમતનું સાયલેન્સર ચોરાયું હોવાની ફરિયાદ (Complaint) જૂનાગઢ પોલીસે દાખલ કરી છે.

    ચોરીના બનાવનો એક અજીબ કિસ્સો  :  જૂનાગઢમાં ચોરીના બનાવનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ખલીલપુર વિસ્તારના જોશીપરામાં રહેતા રમેશભાઈ પાંચાભાઈ ભંડેરી કોઈ અજાણ્યા ઇસમ વિરુદ્ધ જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીએ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું કે, તેઓએ ખલીલપુર વિસ્તારમાં પાર્ક કરેલ હોન્ડા એક્ટિવા સ્કૂટર જીજે-11-સીએફ-1018 નું રૂ.35 હજારની કિંમતનું સાયલેન્સર ચોરાયું છે.

    જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ

    ફરિયાદીની ફરિયાદ લઈને જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ સૌંદરવાએ 379 મુજબ ગુન્હો દાખલ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. બાંટવાને સોંપવામાં આવતા તેઓએ ફરિયાદીની ફરિયાદને આધારે અજાણ્યા ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

    ઈકો ગાડીઓના સાઇલેન્સર ચોરાતા હતા

    અગાઉ રાજ્યમાં મારૂતિ સુઝુકીની ઈકો ગાડીના સાઇલેન્સર ચોરતી ગેંગ ઠેરઠેર તરખાટ મચાવી રહી હતી. ખાસ કરીને મહાનગરોમાં આ ગેંગનો તરખાટ હતો. અમદાવાદમાં ઉપરાછાપરી આવા  કિસ્સા સામે આવ્યા હતા.  ચોરીના આવા કિસ્સામાં રાજ્યવ્યાપી નેટવર્ક ઝડપાયું હતું. દરમિયાન ઈકોના સાઇલેન્સરમાં કોઈ કિંમતી ધાતુ જેને પેલેડિયમ કહેવામાં આવે છે તે મળી આવતી હોવાની ચર્ચાઓ હતી.

    શું એક્ટિવાના સાઇલેન્સરમાં પણ છે કોઈ કિંમતી ધાતુ

    દરમિયાન આજે એક્ટિવાના સાઇલેન્સરની ચોરી થતા એક પ્રશ્નાર્થ સર્જાયો છે કે શું ઇકોના સાઇલેન્સરની જેમ એક્ટિવાના સાઇલેન્સરમાં પણ કિંમતી ધાતુ છે. જોકે આ ચોરી સામાન્ય પણ હોઈ શકે છે અને કોઈ ગાડી ચોર પણ આ સાઇલેન્સર ચોરી ગયા હોઈ શકે છે પરંતુ સાઇલેન્સરને ટાર્ગેટ કરવાનો તસ્કરોનો હેતું જુદો હોવાનું અગાઉ સામે આવ્યું છે.
    First published:

    Tags: Activa, Junagadh police, ગુનો, ચોરી, જૂનાગઢ

    આગામી સમાચાર