Home /News /kutchh-saurastra /

ગીરના જંગલમાં અદભૂત ઘટનાઃ દીપડાના બચ્ચાને સિંહણ આપી રહી છે માતાનો પ્રેમ

ગીરના જંગલમાં અદભૂત ઘટનાઃ દીપડાના બચ્ચાને સિંહણ આપી રહી છે માતાનો પ્રેમ

સિંહણનું દૂધ પીતુ દીપડાનું બચ્ચુ

સિંહણ પોતાના બે બચ્ચાની સાથે એક દીપડાના બચ્ચાને પણ માતાનો પ્રેમ આપી રહી છે

    પ્રાણીઓમાં પણ પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, તેવા વીડિયો, સમાચાર આપણે કેટલીએ વખત જોયા હશે. પરંતુ કોઈ પ્રાણી અન્ય પ્રાણીના બચ્ચાને માતાનો પ્રેમ આપી ઉછેરે તેવી ઘટના ભાગ્યે જ સર્જાતી હોય છે. તેમાં પણ કોઈ હિંસક પ્રાણી અન્ય હિંસક પ્રાણીના બચ્ચાને માતાનો પ્રેમ આપી ઉછેરે તેવી ઘટનાને તો અદભૂત ઘટના જ કહેવાય.

    આવી જ એક ઘટના જુનાગઢના ગીર જંગલમાં સામે આવી છે. અહીં એક સિંહણ પોતાના બે બચ્ચાની સાથે એક દીપડાના બચ્ચાને પણ માતાનો પ્રેમ આપી રહી છે. એટલું જ નહી પોતાના બાળકની જેમ જ તેનું પણ લાલન પાલન કરી રહી છે.

    આ ઘટના ગીરના જંગલની છે. તમને ખબર છે કે, દુનિયામાં એશિયાટીક સિંહ માત્ર ગુજરાતમાં એટલે કે ગીરના જંગલોમાં જ. અહીં સિંહણ દ્વારા દીપડાના બચ્ચાનું પાલન કરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.



    સિંહ એક હિંસક પ્રાણી છે, આ બાજુ દીપડો પણ હિંસક પ્રાણી છે. સિંહ હંમેશા દીપડાને જોઈ તેને મારવા દોડતો હોય છે. પરંતુ અહીં દીપડાના બાળક પર સિંહણનો પ્રેમ અનોખો છે.

    આ બાજુ અમરેલીના રાજુલા તાલુકાના પીપીવાવ પોર્ટ પાસે ફોર્વે હાઈવે પાસે ત્રણ સિંહ રોડના કાંઠે આવેલી બાવળની કાટ નજીક શિકાર માટે આજે આવી પહોંચ્યા હતા. રોડ પર ફરી રહેલા શ્વાન સિંહને જોઈ ભાગી છુટ્યા. 1 સિંહ બે શ્વાનનો પાછળ છુપાઈને શિકાર કરે તે પહેલા જ બંને શ્વાન છલાંગ લગાવી જીવ બચાવી ભાગવામાં સફળ થયા છે. સિંહોએ પીપાવાવ પોર્ટ પાસે ફોર્વે માર્ગ પાસે અડીંગો જમાવ્યો છે. સ્થાનિક વનવિભાગની ટીમ ટ્રેકરો સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gir Forest, Giving, Leopard puppies, Lioness, Love, Seeing, Wonderful event

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन