Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે યોજાયો વિજ્ઞાન મેળો, બાળ વૈજ્ઞાનિકોએ બનાવ્યા આવા અદ્દભુત પ્રોજેક્ટ

જૂનાગઢ: જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે યોજાયો વિજ્ઞાન મેળો, બાળ વૈજ્ઞાનિકોએ બનાવ્યા આવા અદ્દભુત પ્રોજેક્ટ

Science

Science Fair Gyanbag Gurukul

junagadh news: આપણાં દેશના બે મહાન વૈજ્ઞાનિકો (Scientists) ડો.વિક્રમ સારાભાઈ (dr Vikram Sarabhai) અને ડો.જગદીશચંદ્ર બોઝની યાદમાં યોજાયેલ આ વિજ્ઞાન મેળામાં 70 કરતાં પણ વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યાં હતાં.

    જૂનાગઢઃ જૂનાગઢમાં (Junagadh news) આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ (Swaminarayan Gurukul Gyanbagh) ખાતે ગત તા.7મી ઓક્ટોબરના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણાં દેશના બે મહાન વૈજ્ઞાનિકો (Scientists) ડો.વિક્રમ સારાભાઈ (dr Vikram Sarabhai) અને ડો.જગદીશચંદ્ર બોઝની યાદમાં યોજાયેલ આ વિજ્ઞાન મેળામાં 70 કરતાં પણ વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. વિજ્ઞાન મેળામાં રજૂ થયેલાં પ્રોજેક્ટ્સ જોઈને જોનારાઓ એક જોઈને બીજું ભૂલે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

    જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે યોજાયેલ સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ સ્માર્ટકાર, ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ટેન્ક, વર્લ્ડ લાઈફ સેન્ચુરી, બાયોગેસ, ડીપ ઇરીગેશન, ચંદ્રયાન વગેરે જેવા 70 કરતા પણ વધુ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. વિજ્ઞાનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ISRO ના વૈજ્ઞાનિક શ્રી એન.જે.ભટ્ટ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં, જેણે વિદ્યાર્થીઓને એક પ્રેઝન્ટેશન દ્વારા મહત્વનું જ્ઞાન આપ્યું હતું તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

    આ એક્ઝિબિશનમાં ઋષિકેશદાસજી સ્વામી અને પ્રીતમસ્વરૂપદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા \"કૌટીલ્ય કોમર્સ મોડલ એક્સઝીબિશન\" નું આયોજન કરવામાં આવ્યું હતું  જેના માધ્યમથી લાઈવ બેન્ક, ઈમ્પોર્ટ એક્સપોર્ટ, SIP, માર્કેટિંગ, ક્રિપટો કરન્સી વગેરે જેવા વિવિધ મોડેલો તેમજ ઇલેક્ટ્રિક વાહનોના વિવિધ લાઈવ મોડેલો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુથી એસ.આર.ગજેરા સાહેબ તથા સુરેશ મોણપરા સાહેબની ઉપસ્થિતિ રહી હતી, એવી યાદી સંસ્થાના ડાયરેક્ટર આશિષ કાચા સાહેબ દ્વારા જણાવવામાં આવી હતી.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર