જૂનાગઢઃ સ્ટુડન્ટને શિક્ષકે માર્યો માર, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 16, 2017, 5:32 PM IST
જૂનાગઢઃ સ્ટુડન્ટને શિક્ષકે માર્યો માર, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
કેશોદની વીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. શિક્ષકના માર બાદ વિદ્યાર્થીની હાલત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કેશોદની વીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. શિક્ષકના માર બાદ વિદ્યાર્થીની હાલત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  • Share this:
જૂનાગઢઃ કેશોદની વીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. શિક્ષકના માર બાદ વિદ્યાર્થીની હાલત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્કૂલના પ્રિન્સિપાલે માર મારતા સ્ટુડન્ટને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે સ્ટુડન્ટે બીજા વિદ્યાર્થીઓના કહેવા પર તેમની બોટલોમાં કાણાં પાડી દીધા હતા. બાદમાં વિદ્યાર્થીઓએ આ અંગેની ફરિયાદ પ્રિન્સિપાલને કરતા તેને માર મરાયો હતો.

વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે સ્કૂલના પ્રિન્સિપાલે તેને હાથથી ફટકાર્યો હતો તેમજ પીઠના ભાગે લાતો મારો હતી. વિદ્યાર્થીના પિતા દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: December 16, 2017, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading