Home /News /kutchh-saurastra /

વ્યક્તિગત સ્વાર્થ સાધવા સરદારની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવીઃ હાર્દિક

વ્યક્તિગત સ્વાર્થ સાધવા સરદારની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવીઃ હાર્દિક

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે સરદાર પટેલની 182 મીટરની ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છેઃ હાર્દિક પટેલ

  જૂનાગઢઃ વંથલી ખાતે હાર્દિક પટેલે આજે ફેસબુક લાઇવના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન હાર્દિકે 31મી ઓક્ટોબરના રોજ જૂનાગઢના વંથલી ખાતે યોજનાર 'ખેડૂત સત્યાગ્રહ' કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે હાર્દિકે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાથી લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. એટલું જ નહીં શનિવારે દિનેશ બાંભણિયા તરફથી લગાવવામાં આવેલા આક્ષેપો અંગે પણ હાર્દિક જવાબ આપ્યો હતો.

  દિનેશ બાંભણિયાના આક્ષેપ પર હાર્દિકનો પલટવાર

  પાસના પૂર્વ કન્વિનર અને હાર્દિકના એક સમયના સાથી દિનેશ બાંભણિયાએ લગાવેલા આક્ષેપો અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "આ અંગે મારા કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. જ્યારે પણ સત્યના માર્ગે હું કોઈ કાર્યક્રમ કરવા જાવ છું ત્યારે કોઈને કોઈ ષડયંત્ર રચવામાં આવે છે. મારા કાર્યક્રમને ફ્લોપ બનાવવા માટે આ બધા નાટકો થાય છે."

  આ પણ વાંચોઃ પ્રશાંત કિશોર એટલે JDU, એટલે નીતીશ, એટલે ભાજપ સાથેનું ગઠબંધન= હાર્દિક ભાજપનો!

  હાર્દિક પટેલે શું કહ્યું?

  "31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતિએ એવું કરવા જઈ રહ્યા છીએ જેના થકી સરદાર સાહેબના વિચારોનું ભારત બને. તેમને ન્યાય મળે. પાસ તા. 31ના રોજ સરદાર સાહેબે નિઝામને ડરાવીને ભગાડીને આઝાદ કરાવ્યું હતું તે જ જૂનાગઢના વંથલી તાલુકામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં યશવંતસિંહા અને શત્રુઘ્નસિંહા હાજર રહેશે."

  આ પણ વાંચોઃ ઉપવાસ બાદ હાર્દિક પટેલે બેંગલોરમાં કર્યા ખૂબ જલસા, 50 હજારનું કરાવ્યું મસાજ

  વ્યક્તિગત સ્વાર્થ માટે બની સરદારની પ્રતિમા

  "182 મીટરની ઊંચી પ્રતિમા મોદી પોતાના સ્વાર્થ માટે બનાવી શકતા હોય તો અમે 10 ફૂટની સરદારની મૂર્તિ બનાવી છે. ખેડૂતોના મુદ્દા સાથે અમે ભેગા થવાના છીએ. ખેડૂતોને મજબૂત બનાવવા માટે અને નિર્દોષ યુવકોને મુક્ત કરાવવાની લડાઈ છે. સરકારની સામે સત્યના માર્ગે કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે તેને તોડવા માટે અનેક ષડયંત્રો થતા હોય છે. મારે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી. આ પહેલા પણ સુરતમાં વીડિયો જાહેર કરવાના નાટકો થયા હતા. ચૂંટણીના બે દિવસ પહેલા પણ લોકોને ગુમરાહ કરવાના પ્રયાસો થયા હતા. કાર્યક્રમને ફ્લોપ કરવા માટે નાટકો થયા છે. આ લોકોને ખુલાસો આપવાની મારે જરૂર નથી. બધા લોકોએ એ પણ ખબર હોય છે કે નવરાત્રિમાં આધ્યશક્તિની ગરબા ગવાય છે તેને ડાન્સ ન કહેવાય."

  આ પણ વાંચોઃ દિનેશ બામભણીયાના ખુલાસા : હાર્દિક 'થર્ડ ફ્રન્ટ' ઉભો કરવા માંગે છે!

  ખેડૂતોના હિતની વાત

  "અમે ગુજરાતના ખેડૂતોના હિત અને અધિકારની વાત કરીએ છીએ. સરદારની પ્રતિમા એ વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટેની પ્રતિમા છે. આ દેશમાં છાતિ કાઢીને ચાલવાનો અધિકાર હોય તો એ એકમાત્રને ખેડૂતને છે. પરંતુ ખેડૂત બહુ દુઃખી છે."

  ત્રણ માગણીઓ સાથે ખેડૂત સત્યાગ્રહ

  "પાટીદાર સમાજને અનામત, ખેડૂતોને ન્યાય અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માંગણી સાથે સત્યાગ્રહ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ભાજપે એકતા યાત્રા કાઢીને લોકોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની યાત્રામાં 100 જેટલા પણ લોકો એકઠા ન થયા. એટલું જ નહીં કાર્યક્રમ બાદ સરદારની પ્રતિમાઓને રઝળતી મૂકીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dinesh bambhaniya, Paas, SPG, Statue of unity, Vijay Rupani, નરેન્દ્ર મોદી, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन