નિત્યાનંદનો અખાડામાંથી બહિષ્કાર, ઇન્દ્રભારતી બાપુએ કહ્યું,'આવા તકલાદી સાધુને દેશવટો આપી દેવો જોઈએ'

News18 Gujarati
Updated: November 20, 2019, 3:55 PM IST
નિત્યાનંદનો અખાડામાંથી બહિષ્કાર, ઇન્દ્રભારતી બાપુએ કહ્યું,'આવા તકલાદી સાધુને દેશવટો આપી દેવો જોઈએ'
ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, ગુજરાતની જનતાને હું આહ્વાન કરું છુ આવા તકવાદી સાધુનો તમે વિરોધ કરો. આવા તકવાદી સાધુને પ્રોત્સાહન દેવું ના જોઈએ.

નિત્યાનંદ મુદ્દે રાજ્યના સાધુ સંતોએ પ્રતિક્રિયા આપી. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, 'સમાજ, ધર્મ અને દેશને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી'

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : હંમેશા વિવાદો માં રહેતા સાધુ નિત્યાનંદના (nityanand) અમદાવાદ (Ahmedabad) આશ્રમ (Ashram) ના વિવાદમાં (Controversy) જૂના અખાડાના (Juna Akhada) ના સાધુએ મોટું નિવેદન આપ્યું છે, નિત્યાનંદ સાથે જોડાયેલા વિવાદ મામલે આજે દશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ, જૂનાગઢના ગીરનાર મંડળના અધ્યક્ષ, અને વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી (Indrabharti Bapu) મહારાજે મીડીયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે આપ્યું છે. સમાજ અને ધર્મને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી, આવા તકલાદી સાધુને દેશવટો દેવો જોઈએ અને જુના અખાડાના સાધુ નિત્યાનંદ નો બહિષ્કાર કરશે.

'સમાજ, ધર્મ અને દેશને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી'

જૂનાગઢ ભવનાથ માં વિશાળ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ધરાવતા પ્રખર રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભરતી મહારાજે વધુમાં એવું પણ કહ્યું કે, 'અમદાવાદ સ્થિત તેમના આશ્રમની અંદર જે કાઈ પ્રવૃત્તિ થતી હોય પણ અજુગતી પ્રવૃત્તિઓ છે તે સાધુ સંતો માટે વ્યાજબી નથી. અને સાધુ સંતોએ આ વિવાદમાં પડવું ના જોઈએ, સમાજ, ધર્મ અને દેશને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી'આજે નિત્યાનંદના કર્ણાટક અને બેંગ્લોરમાં મોટા આશ્રમો ધરાવે છે. અને પોતે એક સંત પરંપરા અંદર છે. પરંતુ થોડો સમય પહેલા તેનો વિવાદ થયો હતો ત્યારે અખાડા પરિષદે તેમનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમનાં ધતિંગ ખુલ્લા પડ્યા, સાધકોની નકલી જટા અને મેકઅપની તસવીરો બહાર આવી

'ગુજરાતની જનતાને હું આહ્વાન કરું છુ આવા તકવાદી સાધુનો તમે વિરોધ કરો'

ત્યારે આજે સાધુ સંતોને કોઈપણ આવા વિવાદમાં પડવું ના જોઈએ. જો પડવાથી ધર્મને હાની પહોચે તો ગુજરાતની જનતાને હું આહ્વાન કરું છુ આવા તકવાદી સાધુનો તમે વિરોધ કરો. આવા તકવાદી સાધુને પ્રોત્સાહન દેવું ના જોઈએ. પોલીસને પણ વિનતી છે કે આ કેસમાં તટસ્થ અને ઝીણવટ ભરી તપાસ કરી ને કડક સજા કરવી જોઈએ. જેનાથી સમાજ, ધર્મ કલંકિત થાય તેવા સાધુને અમારે જરૂર નથી. અખાડાના સાધુ હોય અને તેનો બહિષ્કાર નહી થયો હોય તો તેનો બહિષ્કાર કરીશું. આવી તકવાદી પ્રવૃત્તિ સાધુ સમાજ સહન નહી કરે. તેવા સાધુને દેશવટો દેવો જોઈએ. તેનો સાધુ સમાજ વિરોધ કરે તેવું જણાવ્યું હતું.
દિલીપદાસથી બાપુએ કહ્યું સંતોની પ્રવૃતિથી કોઈની આસ્થાને ઠેંસ ન પહોંચવી જોઈએ.


અમદાવાદના દિલીપદાસજી બાપુએ કહ્યું..

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી બાપુએ જણાવ્યું કે 'આ પ્રકારની પ્રવૃતિથી લોકોની આસ્થાને ઠેંસ પહોંચે છે. સંતોએ આ પ્રકારની પ્રવૃતિથી દૂર રહેવું જોઈએ. સંતોની પ્રવૃતિથી કોઈની આસ્થાને ઠેંસ ન પહોંચવી જોઈએ.”

આ પણ વાંચો :  ધરપકડ કરાયેલી બંને સંચાલિકા નિત્યાનંદના માર્ગદર્શન નીચે કામ કરતી હતી : પોલીસ

મહંત જ્યોર્તિનાથે કહ્યું...

મહંત જ્યોર્તિનાથે કહ્યું,'પોલીસે આ મામલે ઢોંગી વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકીંગની દિશામાં પણ તપાસ કરવી જોઈએ.'


આ મામલે વડોદરાના મહંત જ્યોર્તિનાથે કહ્યું કે 'અમદાવાદમાં શાળાના કમ્પાઉન્ડમાં નિત્યાનંદ નામના ઢોંગીએ દીકીરીઓ ગોંધી રાખી હોવાની રજૂઆત છે. દીકરીઓ ગુમ છે તેમના માતાપિતા શોધી રહ્યા છે. દીકરીઓએ કહ્યું કે અમે જાતે આવ્યા છીએ એટલે કાયદાકીય રીતે કઈ ન થઈ શકે પરંતુ કૂતરાં, બિલાડાં અને વાંદરાઓને તેલુગુ બોલતાં કરવાનો દાવો કરનારા આવા ઢોંગી સામે હ્યુમન ટ્રાફિકિંગની તપાસ કરવી જોઈએ. આ પ્રકારના મોટા નામના સાધુઓ કાયદાનો લાભ લઈ છટકી જતાં હોય છે.

આ પણ વાંચો : 'હું નિત્યાનંદ સ્વામી પર ખોટો દુષ્કર્મનો કેસ કરુ તેવું દબાણ મારા પિતા કરતા હતા'

 

(ઇનપૂટ : દીપિકા ખુમાણ, અમદાવાદ, ફરીદ ખાન, વડોદરા)
First published: November 20, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading