Home /News /kutchh-saurastra /

બાળકો સુશોભનની વસ્તુનું કરે છે વેચાણ; આવકમાંથી વૃદ્ધાશ્રમ, અનાથ બાળકો સાથે ઉજવાશે દિવાળી

બાળકો સુશોભનની વસ્તુનું કરે છે વેચાણ; આવકમાંથી વૃદ્ધાશ્રમ, અનાથ બાળકો સાથે ઉજવાશે દિવાળી

Sale

Sale of decorative items by children

જૂનાગઢના બાળકોએ 'નન્હે કદમ' પ્રોજેક્ટ અંતર્ગત દિવાળીને અનુરૂપ ગૃહ સુશોભનની વસ્તુઓનું વેંચાણ શરૂ કર્યું છે, જેની આવક તેઓ

    <p>વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધો અને અનાથાલયના અનાથ બાળકો પણ આગામી દિવાળીના તહેવારો (Diwali Festival)પુરા ઉત્સાહ સાથે મનાવે, તે માટે જૂનાગઢના બાળકો દ્વારા 'નન્હે કદમ' પ્રોજેક્ટ (Nanhe Kadam) અંતર્ગત એક સુંદર પહેલ કરવામાં આવી છે. બાળકોએ દિવાળીની લગતી ઘર સુશોભનની વસ્તુઓનું વેંચાણ (Decorative Items) શરૂ કર્યું છે, જેમાંથી થતી આવક તેઓ વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો સાથે દિવાળીને ખાસ બનાવવા માટે ઉપયોગમાં લેશે.</p>

    <p>જૂનાગઢના રામનિવાસ વિસ્તારમાં રહેતાં બાળકો પોતાના વડીલ માતાપિતાની પ્રેરણાથી બાલ્યાવસ્થામાં જ સેવાકાર્ય તરફ વળ્યા છે. આગામી સમયમાં આવી રહેલાં દિવાળીના તહેવારો સૌ કોઈ માટે ખાસ બની રહે; ખાસ કરીને, વૃદ્ધાશ્રમ અને અનાથાલયમાં રહેતાં બાળકો પણ દિવાળીના તહેવારને હર્ષોલ્લાસથી મનાવી શકે એ માટે જૂનાગઢના રામનિવાસ ચિલ્ડ્રન ક્લબના બાળકો દ્વારા નન્હે કદમ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે.</p>

    <p>નન્હે કદમ પ્રોજેક્ટ અંતર્ગત સ્કાઉટ માસ્ટર મૌલિક મહેતા અને તેના મિત્રોએ ગત તા.22મી ઓક્ટોબર થી એમ.જી.રોડ સ્થિત વી આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓફીસ નં.3માં વ્યાજબી ભાવે દિવાળી અનુલક્ષીને ગૃહ સુશોભનની વસ્તુઓનું સસ્તા ભાવે વેંચાણ શરૂ કર્યું છે. ગત દિવસે બાળકોને પ્રોત્સાહન આપવા તથા તેઓએ હાથ ધરેલ પ્રોજેક્ટને ટેકો પૂરો પાડવા મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓએ ખરીદી કરી અને બાળકોને સુંદર પ્રતિસાદ આપ્યો. એક દિવસ દરમિયાન મળેલાં બહોળા પ્રતિસાદથી આજરોજ તા.23મી ઓક્ટોબરના રોજ પણ આ વેંચાણ શરૂ રાખવા નિર્ણય કરાયો છે.</p>

    <p>દિવાળી ગૃહ સુશોભનની વસ્તુઓમાંથી થતી સંપૂર્ણ આવકનો ઉપયોગ આ બાળકો વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથાલયના અનાથ બાળકોની દિવાળી ખાસ બનાવવા માટે કરવાના છે, ત્યારે અનેક લોકો આ બાળકોને ફૂલ નહીં તો, ફૂલની પાંખડી સ્વરૂપે 'નન્હે કદમ' પ્રોજેક્ટ અંતર્ગત દીવાળીને લગતી ખરીદી કરીને મદદ કરી રહ્યાં છે. બાળકો દ્વારા આયોજિત આ અભિયાનને સફળ બનાવવા માટે રૂપલબેન લખલાણી, અમિતભાઇ ચરાડવા, મનીષાબેન ભરાડ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.</p>
    First published:

    Tags: Junagadh news, Old Age Home

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन