Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: સખી વન સ્ટોપ સેન્ટરે 1 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું...

જૂનાગઢ: સખી વન સ્ટોપ સેન્ટરે 1 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું...

Sakhi One Stop Center

અન્ય રાજ્યમાંથી ટ્રેનમાં સોમનાથ આવી ચડેલી યુવતીનું સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું..

    Junagadh News: જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર (Sakhi One Stop Centre) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક વર્ષ પહેલા અન્ય રાજ્યની મહિલા ટ્રેન મારફતે સોમનાથ (Somnath) આવી ચડી હતી. જે બાદ ચોરવાડ પોલીસ સ્ટેશન (Police Station) દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢને જાણ કરી મહિલાનું કાઉન્સેલીંગ કરી તેને પરિવારને સોંપવામાં આવી હતી.

    એક વર્ષ પહેલા અન્ય રાજ્યની મહિલા ટ્રેન મારફતે સોમનાથ આવી ચડી હતી. બાદ પરત જવાનો કોઇ રસ્તો મળતો ન હતો, ત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢને જાણ કરી મહિલાનું કાઉન્સેલીંગ કરવામાં આવતા મહિલાએ હકિકત જણાવી હતી. બાદમાં મહિલા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમના માતા-પિતાને જાણ કરી બોલાવી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર ભાવવિભોર થઇ ગયો હતો.

    આ પણ વાંચોઃ-Junagadh: વિસાવદર પંથકમાં બીમાર બળદે સિંહ-સિંહણને હંફાવ્યા, જુઓ viral cctv video

    જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક 30 વર્ષની મહિલા ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં આવેલ તે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તે અન્ય રાજ્યમાંથી ટ્રેનમાં બેસી સોમનાથ આવી હતી અને 1 વર્ષથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં રખડતી હતી.

    આ પણ વાંચોઃ-ACB trap: બનાસકાંઠાના ધાનેરામાં બાળ સંજીવની કેન્દ્રની બે મહિલા કર્મચારી રૂ.1000ની લાંચલેતા ઝડપાઈ, કેમ માંગી હતી લાંચ?જે પછી ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે લાવી આશ્રય આપ્યો હતો, બાદ તેમનું કાઉન્સેલીંગ કરી માતા-પિતાનો નંબર મેળવ્યો હતી. આથી તેમના માતા-પિતાને જૂનાગઢ બોલાવી મહિલાનું મિલન કરાવ્યું હતું, તેમ સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના કેન્દ્ર સંચાલકે જણાવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર