પરબધામના મહંતનો વિશ્વને ચોંકાવનારો વીડિયો Viral, 2020માં વાયરસ દુર્ધટના થશે એવી આગાહી કરી હતી!

News18 Gujarati
Updated: March 16, 2020, 7:04 PM IST
પરબધામના મહંતનો વિશ્વને ચોંકાવનારો વીડિયો Viral, 2020માં વાયરસ દુર્ધટના થશે એવી આગાહી કરી હતી!
કરશનદાસ બાપુનો આ વીડિયો હાલમાં શોયિલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. (તસવીર સૌજન્ય ફેસબુક-પરબધામ)

શોશિયલ મીડિયામાં પરબધામના મહંત કરશનદાસ બાપુનો વીડિયો વાયરલ થયો, વીડિયોમાં બાપુએ આગાહી કરી હતી કે 2020માં એક વાયરસના કારણે કરોડો લોકોના મોત થશે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Corona Virus)ના કારણે જ્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર (Panademic) મચી ગયો છે ત્યારે સમગ્ર વિશ્વને ચોંકાવી દે તેવો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. આ વીડિયોમાં પરબધામ (ParabDham)ના મહંત કરશનદાસ (KarsandasBapu) બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી કે 2020માં એક વાયરસ આવશે એવી આગાહી કરી હતી. વીડિયો જૂનો છે અને કદાચ 2019નો હોવાની ચર્ચા છે. કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે

વાયરસ-ઉલ્કાપાત, ભૂકંપ, સુનામીની આગાહી

પરબધામના મહંત કરશનદાસ બાપુએ મંચ પરથી આગાહી કરતા વીડિયોમાં કહ્યું કે ' હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો, 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે. એ સમુદ્રની સુનામી કેવી હશે તે ખબર નથી. સુર્ય નારાયણની સુનામી કેવી છે તેની ખબર નથી.2020ની સદીમાં એવો વાયરસ આવે છે જેના કારણે 48 કલાકમાં 1.5 કરોડ લોકોનો ભોગ લેવાશે

આ પણ વાંચો : કોરોના વાયરસની અસર : મોરારિ બાપુએ રાજુલાની કથા 15 દિવસ માટે સ્થગિત કરી, કહ્યુ, 'રાજપીઠ કરતાં વ્યાસપીઠને ચિંતા વધારે'

કરશનદાસ બાપુએ આગાહી કરી હતી કે ઉલ્કાપાત, સુનામી અને ભૂકંપ જેવી દુર્ઘટનાની આગાહી કરી હતી.


2020ની સદીમાં દુર્ઘટનાકરશનદાસ બાપુના આ વાયરલ વીડિયોમાં બળેજ ઘેડના કાર્યક્રમમાં તેમની પધરામણી થઈ હોવાની કેપ્શન જોવા મળે છે. તેમણે ભક્તોને સંબોધતા કહ્યું કે '2020ની સદીનો સુર્ય ઉદય થાય ત્યારે એવી દુર્ઘટના છે એ આપડે કોઈ કલ્પના નહીં કરી શકીએ. સમુદ્રની સુનામી કેવી હશે તેની કલ્પના નહી થાય, સુર્ય નારાયણની સુનામીની ખબર નથી. લાવા, વાવાઝોડાં, ઉલ્કાપાતોની કલ્પના નથી.

આ પણ વાંચો : 48 કલાકમાં કરોડો લોકોનાં મોતની આગાહી કરી હતી

કરશનદાસબાપુએ જણાવ્યું હતું કે 'આ વાયરસ એટલો ઘાતક હશે કે તેના કારણે 48 કલાકમાં એક સાથે 1.5 કરોડ લોકોનાં મોત થશે. આમ પણ આપણો સમય પુરો થવા આવ્યો છે. લોકના શરીર અને સ્વાસ્થ્ય કથળ્યા છે ત્યારે આ દુર્ઘટનાઓ 2020માં ઘટશે.

 
First published: March 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading