Home /News /kutchh-saurastra /

ગિરનારની તપોભૂમિના સંત કાશ્મીરી બાપૂ બ્રહ્મલીન થયાં, અનુયાયી ઘેરા શોકમાં ગરકાવ

ગિરનારની તપોભૂમિના સંત કાશ્મીરી બાપૂ બ્રહ્મલીન થયાં, અનુયાયી ઘેરા શોકમાં ગરકાવ

જૂનાગઢના સંત પૂ.કાશ્મીરી બાપુ (ફોટો-Twitter)

  ગુજરાતમાં ગિરનાર (Girnar)ની તપોભૂમિના સંત કાશ્મીરી બાપૂ (Kashmiri Bapu) આજે બ્રહ્મલીન થયાં છે. જૂનાગઢના સંત પૂ.કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા તેમના અનુયાયી વર્ગમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેમના સેવકો પાસેથી મળેલી જાણવા અનુસાર, કાશ્મીરી બાપુના પાર્થિવદેહને આવતીકાલે સમાધિ આપવામાં આવશે. હાલ કાશ્મીરી બાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.

  જૂનાગઢ (Junagadh)ના સંત પૂ.કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક નેતાઓએ કાશ્મીરી બાપુના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલી પાઠવતા લખ્યુ-‘સદૈવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી ધખાવી, ગિરનારની તપોભૂમિના સંત, ભવનાથના નિરંજન અખાડાના મોભી પ.પૂ.કાશ્મીરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે. ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના’.  જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરી બાપુની તબીયત નાજુક બનતા તેઓને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળતાં તેઓને આશ્રમમાં લવાયા હતા. જ્યાં આજે સવારે કાશ્મીરી બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા.

  આ પણ વાંચો- Gujarat corona Update: રાજ્યમાં corona ના નવા કેસ 4000ની નીચે, મોત પણ ઘટ્યા

  ઉલ્લેખનિય છે કે, ગુજરાતના નેતાઓથી માંડીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ કાશ્મીરી બાપુના સેવક છે. ગિરનાર જતા લોકો કાશ્મીરી બાપુના આશ્રમની અવશ્ય મુલાકાત લે છે. ભવનાથ સંત કાશ્મીરી બાપુને ગિરનારની ગોદમાં સૌથી વયોવૃદ્ધ સંત માનવામાં આવતા હતા. વર્ષોથી તેઓ ગીરના જંગલો વચ્ચે અલખના ઓટલે ધર્મની ધૂણી ધખાવીને સતત તપશ્યામાં લીન રહ્યાં હતા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Girnar, Gujarat News, Junagadh news

  આગામી સમાચાર