કરોડપતિ સાધ્વીને મહામંડલેશ્વર પદેથી હટાવાયા, છેતરપિંડી-ગુરુની હત્યાનો પણ આરોપ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 5:29 PM IST
કરોડપતિ સાધ્વીને મહામંડલેશ્વર પદેથી હટાવાયા, છેતરપિંડી-ગુરુની હત્યાનો પણ આરોપ
જૂનાગઢઃબનાસકાંઠા જીલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાધ્વીનું બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે.સાધ્વીજી જયશ્રીગીરીની ધરપકડ કરાઇ છે.ત્યારે વિવાદોમાં આવેલા સાધ્વીજી જયશ્રીગીરી( જયશ્રીકાનંદ)ને મહામંડલેશ્વર પદેથી શુક્રવારે તાત્કાલીક અસરથી હટાવી દેવાયા છે.સાધુ સમાજની આંતરરાષ્ટ્રીય કમિટીએ જયશ્રીગીરીને હટાવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 5:29 PM IST
જૂનાગઢઃબનાસકાંઠા જીલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાધ્વીનું બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે.સાધ્વીજી જયશ્રીગીરીની ધરપકડ કરાઇ છે.ત્યારે વિવાદોમાં આવેલા સાધ્વીજી જયશ્રીગીરી( જયશ્રીકાનંદ)ને મહામંડલેશ્વર પદેથી શુક્રવારે તાત્કાલીક અસરથી હટાવી દેવાયા છે.સાધુ સમાજની આંતરરાષ્ટ્રીય કમિટીએ જયશ્રીગીરીને હટાવ્યા છે.


આંતરરાષ્ટ્રીય ભારતીય સાધુ સમાજની કમિટીમાં જયશ્રીગીરીને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.આગામી દિવસોમાં આ મુદ્દો મહાસભામાં લઈ જવાશે.જૂના અખાડાના પ્રવક્તા તરીકે વિદ્યાસાગર સરસ્વતીની નિમણૂક કરાઇ છે.બનારસ અને હરિદ્વારના સાધુ સમાજની બેઠક શરૂ છે. સાંજ સુધી નવો નિર્ણય આવી શકે છે.
નોધનીય છે કે, જયશ્રીગીરી વિરુદ્ધ 5 કરોડની છેતરપિંડીની ફરિયાદ બે દિવસ અગાઉ નોધાઇ છે.પોલીસના દરોડામાં મકાનમાંથી 1.25કરોડની રોકડ મળી છે.24 સોનાના બિસ્કીટ પણ મળ્યા છે.કુલ 2.4કિલો સોનું પકડાયું છે.ઉપરાંત દારૂની બોટલો પણ મળી હતી.જેથી દારૂના નવા કાયદા પ્રમાણે ફરિયાદ નોધાઇ છે. આમ સાધ્વી સામે બે કેસ નોધાયા છે. ઉપરાંત જયંતીભાઈ પ્રજાપતિનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા ગુરુની હત્યાનો સાધ્વી પર આરોપ છે. મુક્તેશ્વર મઠમાં ગુરુની હત્યા થઈ હતી.



First published: January 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर