જૂનાગઢ: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાન ગઢવીના પત્ની ગજરા બાનું 69 વર્ષની વયે નિધન

જૂનાગઢ: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાન ગઢવીના પત્ની ગજરા બાનું 69 વર્ષની વયે નિધન
ગજરા બાનું 69 વર્ષની વયે નિધન.

ભીખુદાન ગઢવીની સફળતા પાછળ ગજરા બાનો સિંહફાળો, તેમના દાદા ગગુભાઈ લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ગુરૂ હતા.

  • Share this:
    જૂનાગઢ: ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાન ગઢવી (Padma Shri Bhikhudan Gadhvi)ની ધર્મપત્ની ગજરા બાનું 69 વર્ષની વયે જૂનાગઢ ખાતે નિધન થયું છે. ભીખુદાનભાઈ ગઢવીની સફળતા પાછળ ગજરા બાનો સિંહફાળો રહ્યો છે. તેઓ ઘરનું સંચાલન કરતા હતા. ગજરા બા (Gajara Ba)ના નિધનથી ભીખુદાન ગઢવીના પરિવારમાં શોકનો માહોલ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી (MP Parimal Nathvani), પોરબંદરના સાંસદ રમેશ ધડુક (MP Ramesh Dhaduk) સહિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગજરા બાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે.

    સ્વ. ગજરા બાની ઉંમર 69 વર્ષ હતી. તેમનું પિયર અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની સનાળી ગામ હતું. 1970ના વર્ષમાં તેમના લગ્ન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે થયા હતા. તેઓ ઘરનું સંચાલન કરતા હતા. ભીખુદાન ગઢવીની સફળતા પાછળ તેમનો સિંહફાળો રહેલો છે.



    ગજરા બાના પિતાનું નામ મેકરણભાઈ લીલા છે. તેમના દાદા ગગુભાઈ લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ગુરૂ હતા. ભીખુભાઈ અને ગજરા બાને સંતાનોમાં ત્રણ દીકરી અજંના બા, મીના બા, હીરલ બા અને એક દીકરો ભરત ગઢવી છે. ગજરા બાના નિધનથી પરિવારના તમામ સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

    પરિમલ નથવાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

    રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીના જુનાગઢ ખાતે થયેલાં નિધન વિશે જાણીને ખૂબ દુ:ખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ!"

    પોરબંદરના સાંસદે આપી શ્રદ્ધાંજલિ

    પોરબંદરના બીજેપીના સાંસદ રમેશ ધડુકે ટ્વીટ કરીને લખ્યું છે કે, "ગુજરાતના ગૌરવ સમાન જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરા બાનું 69 વર્ષની વયે આજે જુનાગઢ ખાતે દુઃખદ અવસાન થયું છે. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના."

    (ઇનપુટઃ અતુલ વ્યાસ, જૂનાગઢ)
    Published by:Vinod Zankhaliya
    First published:November 27, 2020, 14:25 pm

    ટૉપ ન્યૂઝ