Home /News /kutchh-saurastra /

ઋષિ પંચમી: આ દિવસે સ્ત્રીઓ શા માટે ચાળણીથી સ્નાન કરે છે? જાણીલો - અનોખો મહિમા

ઋષિ પંચમી: આ દિવસે સ્ત્રીઓ શા માટે ચાળણીથી સ્નાન કરે છે? જાણીલો - અનોખો મહિમા

Rushi

Rushi Panchami Damodar Kund

ઋષિ પંચમીએ પવિત્ર સ્નાન કરવા માટે જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. તીર્થગોર દ્વારા ચાળણીથી સ્નાન પાછળનું મહત્?

    જુનાગઢ : ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીને ઋષિ પંચમી, રખ પાંચમ કે સામાં પાંચમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે આપણાથી જાણતા-અજાણતાં થયેલી ભૂલોની ક્ષમા માંગવાની પરંપરા છે, જેના માટે ખાસ કરીને સ્ત્રીઓ સપ્ત ઋષિઓનું વ્રત કરે છે, પિતૃઓને પાણી રેડે છે, તીર્થમાં સ્નાન કરે છે અને દાન-પુણ્ય કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

    ઋષિ પંચમીના દિવસે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવતાં હોય છે. આ દિવસે મહિલાઓ અનાજ, શાકભાજી અને મીઠાનો ત્યાગ કરી, સામો(મોરૈયો) ખાય છે. જેથી તેનું એક નામ સામાં પાંચમ એવું પણ કહેવાય છે. આ દિવસે ઘણી બહેનો તીર્થસ્થાનોમાં સ્નાન કરતી વખતે ચાળણીથી સ્નાન કરતી જોવા મળે છે, જેની સાથે એક સુંદર લોકવાયકા વણાયેલી છે.

    ઋષિ પંચમીના દિવસે તીર્થ સ્થાનમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ રહેલું છે, ત્યારે બહેનો પોતાની નજીકમાં આવેલ નદી કે કોઈ પવિત્ર જળાશયમાં જઈને સ્નાન કરે છે. એ દરમિયાન તેઓ ચાળણીથી સ્નાન કરતી વખતે એવી ભાવના કરે છે કે, ચાળણીમાં રહેલાં પ્રત્યેક કાણા એ પ્રત્યેક તીર્થસ્થાન અને પવિત્ર નદીઓ છે. જેમાંથી પડતું પાણી જે તે તીર્થ સ્થાનનું જ પવિત્ર જળ છે, એવી ભાવના સાથે બહેનો પવિત્ર તીર્થસ્થાનોમાં ન્હાયાનું પુણ્ય પ્રાપ્ત કરવા ચાળણી રાખીને સ્નાન કરતી જોવા મળે છે.

    જે ભાવિકો ભાદરવી અમાસને દિવસે પિતૃઓને પાણી ન અર્પણ કરી શક્યા હોય, તેઓ આજના દિવસે પવિત્ર તીર્થસ્થાનોમાં જઈને પિતૃઓને પાણી અર્પણ કરે છે અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
    First published:

    Tags: Junagadh news

    આગામી સમાચાર