Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં થતી ખડક ચઢાણની તાલીમ, આ રીતે તમામ લોકોને મળશે ટ્રેનિંગ

જૂનાગઢમાં થતી ખડક ચઢાણની તાલીમ, આ રીતે તમામ લોકોને મળશે ટ્રેનિંગ

Rock

Rock climbing training

જૂનાગઢના ભવનાથ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં 8 થી 13 વર્ષના બાળકો તેમજ 14 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને ખડક ચઢા

    Junagadh News: બાળકો નાનપણથી જ સાહસિક પ્રવૃતિઓ (Adventure) કરી પોતાનામાં સાહસિકતાનો ગુણ કેળવે અને યુવાનો (Youth) સાહસિક પ્રવૃતિઓ કરી પોતાના રહેલી સુષુપ્ત શક્તિઓ ખિલવી શકે તે હેતુથી જૂનાગઢના ભવનાથ (Bhavnath) ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર કાર્યરત છે, જ્યાં 8 થી 13 વર્ષના બાળકો તેમજ 14 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને ખડક ચઢાણની તાલીમ (Rock climbing training) આપવામાં આવે છે.

    ખડક ચઢાણની તાલીમમાં તાલીમાર્થીને માઉન્ટેન વોક, રોક ક્લાઈમીંગ - રેપલીંગ, રીવરક્રોસીંગ, ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ જાગૃતતાની વિવિધ તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને ખડક ચઢાણની તાલીમમાં ભાગ લેનાર બાળકો નાનપણથી જ અભ્યાસની સાથોસાથ સાહસિક પ્રવૃત્તિ, સામાજીક જીવન ઘડતર તેમજ વન પર્યાવરણનું જ્ઞાન મેળવતા થાય છે.

    ગુજરાત રાજ્યના બાળકો તેમજ યુવાનોને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા ખડક ચઢાણ બેઝિક કોર્સ (14 થી 45 વર્ષ માટે) તથા એડવેન્ચર કોર્સ (8 થી 13 વર્ષ માટે) નું આયોજન કરવામાં આવે છે. જેમાં 8 થી 13 વર્ષના બાળકો માટે 7 દિવસીય તાલીમનું આયોજન થાય છે, જ્યારે 14 થી 45 વર્ષના વ્યક્તિઓ માટે 10 દિવસીય તાલીમનું આયોજન થાય છે. જે એકદમ નિઃશુલ્ક હોય છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો બેકાબૂ, AMCએ કન્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરી 4 લાખથી વધુનો દંડ ફટકાર્યો

    પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે થતી વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટરો દ્વારા પૂરતી સલામતી સાથે આપવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન બાળકો અને યુવાનો ટેન્ટમાં રાત્રિ રોકાણ કરે છે. ચોમાસાના સમયગાળા સિવાય સમયાંતરે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો બેકાબૂ, AMCએ કન્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરી 4 લાખથી વધુનો દંડ ફટકાર્યો

    હાલમાં 8 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષની તાલીમ થઈ રહી છે, જે ગત 24 ડિસેમ્બર થી આગામી તા.30મી ડિસેમ્બર સુધી આ તાલીમ કાર્યરત રહેશે. જેમાં બાળકોને માઉન્ટેન વોક, રોક ક્લાઈમીંગ - રેપલીંગ, રીવરર્કોસીંગ, ટ્રેકીંગ, રોપ નોટ વગેરે બાબતોની તાલીમ આપવામાં આવે છે. આ કોર્ષની વધુ વિગતો અને આગામી સમયમાં યોજાનાર કોર્સ વિશેની માહિતી મેળવવા માટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ નો રૂબરૂ સંપર્ક કરી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર