મહાનગરોમાં ટામેટાં (Rising Price of Vegetable) સહિતના શાકભાજીના સતત વધતાં ભાવને લઈને ગૃહિણીઓ તહેવારની ઉજવણી કેમ કરવી? તેને લઈને ચિંતામાં મુકાઈ છે, જુઓ Video માં શુ?
સમગ્ર દેશમાં થયેલાં કમોસમી વરસાદને કારણે ટમેટા (Tomato) સહિતનો પાક ધોવાયો છે, ત્યારે શાકભાજીના (Vegetable Price increase)ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ટામેટાનો ભાવ ₹90 ની પાર પહોંચ્યો છે, જ્યારે બીજા શાકભાજીના ભાવે પણ ગૃહિણીઓના (Housewife) બજેટ ખોરવી નાંખ્યા છે. આવી મોંઘવારીમાં દિવાળી જેવા તહેવારોની (Diwali Festival) ઉજવણી કેમ કરવી? તેને લઈને ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ છે, ત્યારે મીડિયા સામે વધતી જતી મોંઘવારીને લઈને પોતાની વેદના (Suffering) ઠાલવી હતી.
ગૃહિણીઓના જણાવ્યાં મુજબ, દરેક શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયાં છે કે, ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ટામેટાના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹100 ની આજુબાજુ થઈ ગયાં છે, જેની સાથે બીજા શાકભાજી પણ ₹30 ના માત્ર અઢીસો ગ્રામ મળી રહ્યાં છે, ત્યારે શાકભાજી ખરીદવું કે કેમ? એ ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન બની ગયો છે.
વધુમાં ગૃહિણી દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલ ખાદ્યતેલના ભાવમાં પણ એટલો જ વધારો થયો છે, ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને ગયાં છે, ત્યારે સવાલ એ થાય કે, સામાન્ય માણસ જમે શું અને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે? સામાન્ય માણસની તમામ આવક આ મોંઘવારીમાં જ ખતમ થઈ જાય છે, ત્યારે તે ભવિષ્ય માટે બચત કેવી રીતે કરે? તે એક મોટી સમસ્યા બની ગઈ છે.
ટૂંક સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યાં છે, ત્યારે બાળકો સમેત સમગ્ર પરિવાર હર્ષોલ્લાસથી તહેવાર ઉજવે એવું સૌ કોઈ ઇચ્છતા હોય છે, પરંતુ વધતી જતી મોંઘવારીમાં સામાન્ય વર્ગના લોકોની બચત શૂન્ય થઈ ગઈ છે, ત્યારે તહેવારોમાં ખરીદી કેવી રીતે કરવી? બાળકોની ફટાકડા જેવી માંગને કઈ રીતે પૂર્ણ કરવી? એ તમામ પ્રશ્નો ગૃહિણીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની ગયાં છે.
જો આજરોજ તા. 21મી ઓક્ટોબરના રોજ નોંધાયેલા શાકભાજીના હોલસેલ ભાવ વિશે વાત કરવામાં આવે તો ₹65 થી ₹70 રૂપિયે કિલો ટામેટા, ₹80 રૂપિયે કિલો ગુવાર, ₹80 ચોળી, ₹30 થી ₹40 રીંગણા, ₹50 ભીંડા, ₹20-25 કોબીચ, ₹30-35 ગલકા, ₹55-60 તુરિયા, ₹30-35 કારેલાં, ₹30 દૂધી, ₹60 ગાજર, ₹180 વટાણા, ₹70-80 લીંબુ, ₹40 હળદર, ₹60 મરચાં, ₹140-150 કોથમરીના ભાવ નોંધાયા છે.