Junagadh News: શિયાળો (Winter 2021) જોર પકડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરના લઘુત્તમ તાપમાનમાં ગત દિવસો કરતાં આંશિક ઘટાડો (Reduction) નોંધાયો છે, જેના કારણે ઠંડીનું (Cold) પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. સતત ફૂંકાતા ઠંડા પવનને (Cold Wave) કારણે દિવસભર વાતાવરણ ઠંડુગાર રહે છે.
જો ગત દિવસોના તાપમાનની વાત કરવામાં આવે તો, જૂનાગઢ શહેરમાં ગત તા.28મી ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી રહ્યું હતું, જ્યારે ગત તા.29મી ડિસેમ્બર ને બુધવારે 2.7 ડિગ્રી ઘટી લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. લઘુતમ તાપમાનમાં નોંધાયેલા ઘટાડા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. તેજગતિથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડી વધી રહી છે. ગત મંગળવારે શહેરમાં ફૂંકાતા પવનની ઝડપ 7.1 કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી.
દિવસભર ફૂંકાતા ઠંડા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેના કારણે લોકોને હાલ ગરમ કપડામાં વીંટળાઇ રહેવાની ફરજ પડી રહી છે. જૂનાગઢ શહેરમાં 15.4 ડિગ્રી તાપમાન રહેતા રસ્તે નીકળતા લોકો ગરમ કપડાંનો ઉપયોગ કરતાં થયાં છે. જ્યારે ગિરનાર પર્વત પર 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આથી ગિરનાર પર આવતા પ્રવાસીઓ, સ્થાનિક રહેવાસીઓ તેમજ વન્યજીવો પણ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર