જુનાગઢ: રત્ન આભુષણ સુવિધા કેન્દ્ર શરૂ, હીરા પ્રોસેસિંગ માટે બહાર જવું નહીં પડે

News18 Gujarati
Updated: January 14, 2019, 3:45 PM IST
જુનાગઢ: રત્ન આભુષણ સુવિધા કેન્દ્ર શરૂ, હીરા પ્રોસેસિંગ માટે બહાર જવું નહીં પડે
પુરુષોત્તમ રુપાલાએ આ સેન્ટરનું ઉદ્ધાટન કર્યુ હતું.

ગુજરાતમાં જૂનાગઢ ખાતે આ ચોથું સુવિધા કેન્દ્ર જીજેઇપીસી દ્વારા બનાવવામાં આવેલું છે.

  • Share this:
ભારત સરકારનાં વાણિજય મંત્રાલયનાં સહયોગથી ચાલતી જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ કાઉન્સીલ (જીજેઇપીસી) દ્વારા હિરા ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે અને ઘર આંગણે ડાયમંડ પ્રોસેસીંગની સુવિધા નાના કારખાનેદારોને મળે તે માટે જૂનાગઢના આંબાવાડીમાં બનાવાયેલા કોમન ફેસીલીટી સેન્ટર‘રત્ન આભુષણ સુવિધા કેન્દ્ર ‘ નું આજે કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પરસોતમ રૂપાલાએ ઉદઘાટન કર્યું હતુ.

ગુજરાતમાં જૂનાગઢ ખાતે આ ચોથું સુવિધા કેન્દ્ર જીજેઇપીસી દ્વારા બનાવવામાં આવેલું છે. અગાઉ અમરેલી, પાલનપુર, વીસનગરમાં આ પ્રકારના સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અન્ય શહેરોની જેમ જૂનાગઢમાં પણ સેન્ટરનું સંચાલન જૂનાગઢ ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. હિરાના નાના કારખાનેદારોને હિરાનું લેસર કામ કે પ્રોસેસીંગ માટે બહાર જવું પડતું હતું તે હવે જવું ન પડે અને હિરાના ધંધાને વેગ મળે તે માટે જે રીતે પંચાયત સ્વતંત્ર રીતે કામ કરે તે રીતે આ યુનિટ પણ સ્વતંત્ર રીતે કામ કરે તેવો કેન્દ્ર સરકારનો શુભ આશય છે.
આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પરસોત રૂપાલાએ જણાવ્યું હતું કે હિરાના પોલેસીંગ જોબવર્કનો દુનિયાનો ૯૫ ટકા બીઝનેસ ભારતમાં છે. અને તેમાંય ૮૦ ટકા ગુજરાતનો ફાળો છે. સૌરાષ્ટ્રની ઇકોનોમી અને સુરતના વિકાસમાં પણ આ ઉદ્યોગનો ફાળો હોય સરકાર આ ઉદ્યોગને વેગ મળે અને પ્રોત્સાહન આપવા તમામ પ્રયાસ કરશે."

તેમણે ઉમેર્યુ કે, જે રીતે નાના ખેડુતો સાથે મળીને કોર્પોરેટ ફાર્મીંગ કરી શકે તે માટે ખેડૂતના હિતનું રક્ષણ કરીને સરકારે જે રીતે નિયમો બનાવી ખેડૂતોને આગળ લાવવા તેમજ તેની આવક બમણી કરવા જે નીતિઓ અમલમાં મુકી છે તે રીતે સામુહિક વિકાસ અને કામગીરી માટે હિરા ઉદ્યોગને પણ આવું પ્લેટફોર્મ મળે તે માટે હિરાના ઉદ્યોગકારોના સુચનો આવકાર્ય છે."

આ પ્રસંગે જીજેઇપીસી રીજીયન ચેરમેન દિનેશભાઇ નાવડીયાએ કાઉન્સીલ દ્વારા ગુજરાતમાં ૫ અને બહારના રાજયમાં ૪ મળી કુલ નવ સેન્ટર બનાવવાની કામગીરી તેમજ કુલ ૧૩ સેન્ટર માટે સરકાર દ્વારા રૂ.૫૦ કરોડની સહાય આપવામાં આવી છે તે અંગેની માહીતી આપી હતી. તેઓએ હિરા ઉદ્યોગના પડકારો અને તેના ઉલેલ માટેની રૂપરેખા રજુ કરી હતી.
First published: January 14, 2019
વધુ વાંચો
अगली ख़बर