આઝાદી કા અમૃત મહોત્સવની (Aazadi Ka Amrit Mahotsav) ઉજવણી અંતર્ગત જૂનાગઢ ઓપેરા હાઉસ (Opera House) ખાતે જૂનાગઢ મ્યુઝિયમ અને ક્રીમસન-ધ આર્ટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) જન્મજયંતિ નિમિત્તે સુંદર મજાના રંગોળી પ્રદર્શનનું (Rangoli) આયોજન ખાતે કરવામાં આવ્યું છે. આ રંગોળી પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને લગતી કુલ છ રંગોળીઓ બનાવવામાં આવી છે.
આ રંગોળી કુલ 6 ફૂટ × 4 ફૂટના માપમાં તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી ક્રીમસન-ધ આર્ટ એકેડેમીના સંચાલક દીપેનભાઈ જોશી તેમજ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી તૈયાર કરવામાં કલાકારોને 4 દિવસ જેટલો સમય લાગ્યો હતો. હાઈપર રિયાલિસ્ટિક રંગોળી તરીકે ઓળખાતી કુલ છ રંગોળીઓ આ એક્ઝિબિશન અંતર્ગત બનાવવામાં આવેલી છે.
જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર વિશે તૈયાર થયેલ રંગોળીઓનું પ્રદર્શન ગત તા.31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન આગામી તા.4થી નવેમ્બર સુધી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ક્રીમસન-ધ આર્ટ એકેડેમીના દીપેનભાઈ જોશીએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે, જૂનાગઢની જનતા એક વખત અચૂક આ રંગોળી પ્રદર્શન નિહાળવા પધારે અને રંગોળી કલાકારો દ્વારા તૈયાર થયેલ સુંદર રંગોળીની કલાને બિરદાવે. આ ઉપરાંત તેઓએ જૂનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર કિરણભાઈ વરિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર