Home /News /kutchh-saurastra /

Junagadh: કાળવા ચોકમાં બોલી મણિયારો રાસની રમઝટ; કાળવા પ્રતિમા અનાવરણ રજતજયંતિ ધામધૂમથી ઉજવાઈ

Junagadh: કાળવા ચોકમાં બોલી મણિયારો રાસની રમઝટ; કાળવા પ્રતિમા અનાવરણ રજતજયંતિ ધામધૂમથી ઉજવાઈ

Ramzat

Ramzat of Maniyaro Ras

જૂનાગઢના કાળવા ચોકમાં મહેર સમાજ દ્વારા કાળવા પ્રતિમા અનાવરણ રજતજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી...

    Junagadh News: જૂનાગઢમાં શહેરના હાર્દ સમાન કાળવા ચોકની (Kalva Chok) મધ્યમાં ઉભેલી જવામર્દ કાળવા ઓડેદરાની (Kalva Odedara) પ્રતિમાના અનાવરણને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહેર સમાજ (Maher Samaj) દ્વારા રજત જયંતિ (Rajat Jayanti) મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં હાજર રહેલા મહેર લાડાઓએ પરંપરાગત વેશભૂષામાં કાળવા ચોકની મધ્યમાં મણિયારો રાસની રમઝટ બોલાવી હતી.

    કાળવા ચોક એટલે જૂનાગઢ શહેરની ઐતિહાસિક ઓળખ; કાળવા ચોકની મધ્યમાં આવેલ જાજરમાન પ્રતિમા પોરબંદર જિલ્લાના ઓડદર ગામે જન્મેલા ખમીરવંતા વીર પુરુષ જવામર્દ કાળવા ઓડેદરાની છે. કાળવા ઓડેદરા એટલાં બહાદુર અને સાહસથી ભરેલા હતાં કે, એક સમયે જૂનાગઢ નવાબને પણ એની સામે ઝુકવું પડ્યું હતું અને જૂનાગઢ શહેરના એક ચોકનું નામ તેના નામ પરથી કાળવા ચોક એવું રાખવામાં આવ્યું છે.

    આજથી 25 વર્ષ પહેલાં તા.25-12-1995 ના દિવસે જૂનાગઢ કાળવા ચોકમાં જવામર્દ કાળવા ઓડેદરાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે દિવસને આજે 25 વર્ષ પૂર્ણ થતાં સમસ્ત મહેર સમાજ-જૂનાગઢ અને શ્રી મહેર શક્તિ સેના-પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે મહેર જવામર્દ કાળવા ઓડેદરા પ્રતિમા અનાવરણનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

    ઉજવણીના ભાગરૂપે મહેર સમાજ જૂનાગઢથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. મહેર સમાજ-જૂનાગઢ થી કાળવા ચોક સુધી આવેલી શોભાયાત્રામાં વચ્ચે આવતી દેવાયત બોદર, ઇન્દિરા ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જે બાદ કાળવા ચોક ખાતે સ્થિત જવામર્દ કાળવાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જે પછી મહેર લાડાઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં મણિયારો માસની રમઝટ બોલાવવામાં આવી હતી. આ સાથે તલવારની પટ્ટાબાજી તથા અશ્વદાવ પણ યોજાયા હતાં.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર