Home /News /kutchh-saurastra /જૂનાગઢ:ગોબરમાંથી બનેલી ‘રાખડી’ બજારમાં આવવા તૈયાર; જુઓ તૈયારીનો આ Video

જૂનાગઢ:ગોબરમાંથી બનેલી ‘રાખડી’ બજારમાં આવવા તૈયાર; જુઓ તૈયારીનો આ Video

X
જૂનાગઢ:ગોબરમાંથી

જૂનાગઢ:ગોબરમાંથી બનેલી ‘રાખડી’ બજારમાં આવવા તૈયાર; જુઓ તૈયારીનો આ વિડીયો..

Junagadh News : કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડિયાએ ગૌમાતાના ગોબર માંથી રાખડી બનાવીને એક અનોખી પહેલ હાથ ધરી છે, ત્યારે આવો જોઈએ કેવી રીતે તૈયાર થાય છે.

આજકાલ ઓર્ગેનિક (Organic) વસ્તુઓ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે એટલું જ નહીં અનેક ખેડૂતો (Farmers) ગૌ આધારિત કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે એવા જ એક ગૌ આધારિત ખેતી સાથે જોડાયેલા મહિલા ખેડૂતે (Farmer) એક નવી જ પહેલ કરી છે.

વાત છે જૂનાગઢના કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડિયાની; જેઓ વર્ષ 2016 થી ગાય (Cow) આધારિત ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પંચ ગવ્યમાંથી બનતી અવનવી વસ્તુઓ પણ બનાવી રહ્યા છે. જે અનુસંધાને તેઓએ ચાલુ વર્ષે એક નવીન પહેલ કરી છે, જે ખુબજ સરાહનીય અને નોંધનીય પ્રયાસ છે.

જૂનાગઢ નજીક આવેલા કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડિયાએ ગૌમાતાના ગોબરમાંથી પવિત્ર તહેવાર રક્ષાબંધનને અનુસંધાને ગોબર રાખડી (Gobar Rakhi) બનાવવાની પહેલ કરી છે. જેની બનાવટમાં તેઓને ગોપી મંગલમ જૂથની 10 જેટલી બહેનોનો સાથ-સહકાર મળી રહ્યો છે. તેઓ આ ગોપી મંગલમ જુથની બહેનોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.

ગોબર રાખડીની ખાસિયત એ છે કે; તેને ગૌમાતાના ગોબરમાંથી બનાવવામાં આવે છે, જે પાણીમાં પલળે તો પણ કઈ અસર થતી નથી. રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે, ત્યારે ગોબર રાખડી ટૂંક જ સમયમાં જૂનાગઢમાં પણ વેંચાણ અર્થે લાવવામાં આવશે, જે ઝાંઝરડા રોડ પર આવેલા કામધેનુ ઓર્ગેનિક મોલ ખાતેથી મળી રહેશે. આ ઉપરાંત ગોપી મંગલમ જુથની બહેનો દ્વારા સૌપ્રથમ વખત બનાવવામાં આવેલી ગોબર રાખડીનું વેંચાણ કરવા તેઓ ગાંધીનગર ખાતે આયોજિત થનાર રાખી મેળામાં પણ વેંચાણ માટે જશે. અંદાજિત 15થી વધુ પ્રકારની ગોબર રાખડી રૂ.10 થી માંડીને રૂ.30 સુધીની કિંમતમાં બજારમાં મળી રહેશે.

આ વિશે વધુ વાત કરતાં ભાવનાબેન ત્રાંબડિયાએ કહ્યું કે; ગોબર રાખડીના વેંચાણથી જે કઈ પણ આવક થશે, તેમાંથી તેઓ ગોપી મંગલમ જુથની બહેનોને રોજગારી પૂરી પાડશે, આ ઉપરાંત વધતી રકમ તેઓ ગૌશાળામાં દાન કરીને ગૌમાતાના નિભાવ માટેના પ્રયત્નો કરશે. આ ઉપરાંત તેઓ દ્વારા બનાવવામાં આવેલ ગોબર રાખડી તેઓ સમગ્ર કોયલી ગામમાં નિઃશુલ્ક વિતરણ કરશે. ગોબર રાખડી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય વર્ણવતા ભાવનાબેન કહે છે કે, લોકોને ગૌમાતાના ગોબરની કિંમત થાય અને લોકો પંચગવ્યનું મહત્વ સમજી તેના ઉપયોગથી સ્વસ્થ રહે તેવો છે.
First published:

Tags: Festival, Junagadh news, Rakhi, Rakshabandhan