ફેસબુકવાળી મહિલાને મળવા માટે જૂનાગઢ ગયો શિક્ષક અને પછી...

News18 Gujarati
Updated: May 7, 2019, 1:18 PM IST
ફેસબુકવાળી મહિલાને મળવા માટે જૂનાગઢ ગયો શિક્ષક અને પછી...
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના એક શિક્ષક સાથે ફેસબુકથી પરિચય કેળવીને એક મહિલાએ જૂનાગઢ પોતાના ઘરે સાહિત્ય આપવાના બહાને બોલાવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સોશિયલ મીડિયાનો ક્રેઝ અત્યારના સમયાં ખુબ જ વધારે થતો જોવા મળે છે. સાથે સાથે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ પણ એટલો જ થતો રહે છે. સોશિયલ મીડિયાના દુરઉપયોગની ઘટના રાજકોટમાં પ્રકાશમાં આવી છે. રાજકોટના એક શિક્ષક સાથે ફેસબુકથી પરિચય કેળવીને એક મહિલાએ જૂનાગઢ પોતાના ઘરે સાહિત્ય આપવાના બહાને બોલાવ્યો હતો. અને બાદમાં ગોંધી રાખીને છરી બતાવી ત્રણ શખ્સે 24 હજાર રોકડા રૂપિયા લૂંટી લીધાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

જૂનાગઢ એ ડિવિજન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટમા 150 ફૂટ રીંગ રોડ ઉપર વૃંદાવનપાર્ક - 3માં રહેતા અને ખાનગી શિક્ષક તરીકે નોકરી કરતા 34 વર્ષીય રાજેશ મનસુખ ડોબરિયા નામના શિક્ષકે શબ્બુ અજીત ઉર્ફે મંત્રી અને એક અજાણ્યા શખ્સ સાે ફરિયાદ નોંધાવી છે. ફેસબુકમાં શબ્બુ નામની મહિાલએ પોતાના એન્જલ પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાંથી રાજેશભાઇ સાથે પોતે પણ શિક્ષક હોવાની વાત કરી પરિચય કેળવ્યો હતો.

બાદમાં તેણી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપે છે. તેવી વાત કરી શિક્ષણનું સાહિત્ય મંગાવી રાજેશભાઇને પોતાના ઘરે બોલાવ્યા હતા. જેથી રવિવારે રાજેશભાઇ રાજકોટથી સાહિત્ય લઇને જૂનાગઢમાં દોલતપરા રામદેવપરા વિસ્તારમાં તેણીના ઘરે ગયા હતા. ત્યાં તેને આરોપીઓએ ગોંધી રાખી છરી બતાવીને માર માર્યો હતો.

બાદમાં ખોટી રીતે ફીટ કરી દેવાની ધમકી આપી 24,000 રોકડા લૂંટી લીધા હતા. બાદમાં મૂક્ત કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરે જઇ તપાસ કરતા ઘરે તાળું મારી આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...