Home /News /kutchh-saurastra /

ખેડૂત આનંદો! કેન્દ્ર વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદશે

ખેડૂત આનંદો! કેન્દ્ર વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદશે

રાજ્યમાં મગફળીની ટેકા ભાવે ખરીદી કરી, કુલ 34.95 કરોડની મગફળી ખરીદી છે. કુલ 4,11,870 ખેડુતો પાસે સરકારે ખરીદી કરી છે. લગભગ 77,67,970 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ...

રાજ્યમાં મગફળીની ટેકા ભાવે ખરીદી કરી, કુલ 34.95 કરોડની મગફળી ખરીદી છે. કુલ 4,11,870 ખેડુતો પાસે સરકારે ખરીદી કરી છે. લગભગ 77,67,970 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ...

    કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરષોતમ રૂપાલા નર્મદાની મુલાકાતે હતાં.જ્યાં મગફળી ટેકાના ભાવે ખરીદવાના મામલે જણાવ્યું હતું કે, રાજય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની દરખાસ્ત કરી હતી. જેથી કેન્દ્રએ વધુ 4 લાખ મેટ્રિક ટન ખરીદવાનો નિર્ણય કર્યો છે અને તે જાહેરાત હું કરું કે, મનસુખભાઇ માંડવીયા કરે તે વ્યવસ્થાનો ભાગ છે. તો નર્મદા નદી કિનારે પાણીના સ્તર ઊંડા જવાના ગંભીર મામલે મંત્રીએ જવાબ આપવાનું ટાળી વાહ ભાઈ વાહ બોલી રવાના થઈ ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે, રાજયમા ચાલુ વષૅ મગફળીનુ બમ્પર ઉત્પાદન થતા રાજય સરકાર દ્રારા એક મણના ૯૦૦ રુપીયા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામા આવતી હતી. કેન્દ્ર સરકારની સહકારી સંસ્થા નાફેડ દ્રારા રાજયમા અલગ અલગ પાંચ સસ્થાઓ મારફત ખરીદી કરવામા આવતી હતી. આવતીકાલે ૮ લાખ મેટ્રીક ટન કવોટા પુરો થતો હોવાથી તારીખ ૨૦ જાન્યુઆરીથી મગફળની ખરીદી બંધ કરવામા આવશે તેવી જાહેરાત થઈ હતી. ખરીદી બંધ કરવાની સરકારની વાતને લઇને ખેડુતોમા રોષ જોવા મળ્યો હતો. ખેડુતો સરકારને સવાલો કરી રહ્યા હતા કે, શુ ખરીદી ચુટણીલક્ષી હતી.

    ચાલુ વષૅ વરસાદ સારા થતા સૌરાષ્ટ્રમા સૌથી વઘારે મગફળીનુ ઉત્પાદન થયુ છે. ખેડુતોને મગફળીના સારા ભાવો મળે તે માટે રાજય સરકાર દ્રારા ૯00 રુપીયા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામા આવી હતી. દેશની નાફેડ દ્રારા 15-11-17 ટેકાના રાજયના ૨૫૩ સેન્ટરો પરથી મગફળીની ખરીદી શરુ કરવામા આવી હતી. જેમા ગુજકોટ, ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી અને ગુજપ્રો સહીતની સંસ્થાઓ દ્રારા ખરીદી કરવામા આવી હતી. નાફેડનો ૮ લાખ મેટ્રીક ટનનો મગફળી ખરીદીનો કવોટા હતો તે પુણૅ થયો હતો, તેથી 20 જાન્યુઆરીથી મગફળીની ખરીદી બંધ કરવામા આવશે સાથે ખેડુતો પાસેથી મોટા ભાગની મગફળી વેચાઇ ગઇ હોવાથી નાફેડ દ્રારા ખરીદી બંધ કરવામા આવશે તેવી જાહેરાત થઈ હતી.

    રાજયમા સૌથી વઘારે સૌરાષ્ટ્રમા મગફળી વાવેતર અને પાક પણ સારો થાય છે. સૌરાષ્ટ્રમા સૌથી વઘારે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્રારકા અને ભાવનગર તથા સુરેન્દ્રનગરમા મગફળીનુ વાવેતર થાય છે ત્યારે ગુજકોટ દ્રારા સૌરાષ્ટ્રના ૧૪૭ કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામા આવી છે. રાજયમા સૌથી વઘારે ૪ લાખ ૯૭ હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી ગુજકોટ દ્રારા સૌરાષ્ટ્રના અલગ અલગ કેન્દ્રોમાથી ખરીદી કરવામા આવી છે. ગુજકોટ દ્રારા રુપીયા ૨૨૪૭ કરોડ રુપીયાની મગફળીની ખરીદી કરવામા આવી છે. સૌરાષ્ટ્રના અત્યાર સુઘીમા ૨ લાખ ૪૦ હજાર ખેડુતોએ ટેકાના ભાવે મગફળીના ટેકાના ભાવે વેચાણનો લાભ લીઘો છે. ગુજકોટના અધીકારીનુ કહેવુ છેકે સરકારે કુલ ઉત્પાદનના ૨૦ ટકા ખરીદી કરી લીઘી છે તો સાથે જ મોટા ભાગના ખેડુતો પાસે હવે મગફળનો સ્ટોક નથી ત્યારે ૨૦ જાન્યુઆરીથી મગફળીની ખરીદી બંધ કરવામા આવી હતી.

    આ બાજુ, કૃષિ નિયામક બી.એમ. મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળીની ટેકા ભાવે ખરીદી કરી, કુલ 34.95 કરોડની મગફળી ખરીદી છે. કુલ 4,11,870 ખેડુતો પાસે સરકારે ખરીદી કરી છે. લગભગ 77,67,970 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ, રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી ખરીદી કરવામાં આવી છે. વધુ 4 લાખ મેટ્રિક ટનની ખરીદ કરવા માટે કેન્દ્રની મંજૂરી માગવામાં આવી હતી જે મળી ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Farmer Protest, Gir-somnath, Goverment, Groundnut, Peanut, Purchase, અમરેલી, ખેડૂત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन