Home /News /kutchh-saurastra /

Junagadh: મેંદરડા નજીકના ફાર્મમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કુલ 7 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત

Junagadh: મેંદરડા નજીકના ફાર્મમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કુલ 7 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત

Police raid

જૂનાગઢના મેંદરડા નજીક ચાલી રહેલ દારૂની મહેફિલમાં પોલીસ દરોડા પાડ્યાં, કુલ રૂ.7 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો..

    જૂનાગઢ: જિલ્લાના મેંદરડા (Mendarda) તાલુકાના હરિપુર ગામ નજીક આવેલ ગીર ફોર્ચ્યુન ફાર્મ (Gir Fortune Farm) હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યાં છે, જેમાં કુલ 13 શખ્સોને પીધેલી (Drunk) હાલતમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જ્યારે દારૂની વ્યવસ્થા કરી આપનાર ફાર્મના માલિક સહિત બે વ્યક્તિના નામ ખુલતાં કુલ 15 શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

    મળતી માહિતી પ્રમાણે મેંદરડાથી 35 કિલોમીટર દૂર આવેલ હરિપુર ગામની સિમ પાસે આવેલ ગીર ફોર્ચ્યુન ફાર્મમાં ગત તા.5 નવેમ્બરના રોજ વહેલી સવારે દારૂની મહેફિલ જામી હતી, જેમાં અમરેલીના શબીર મહમદ માકડા, વીરલ વિનુ રાજા રહે. માણેકપરા-અમરેલી, ભાવેશ માવજી વઘાસીયા રહે જીથુળી તા. કુંકાવાવ, ઉમેશ કાળુ રાઠોડ, રહે. ચલાલા તા. ધારી, હર્ષદ માધા ખુમાણ રહે. ચલાલા, તા. ધારી, મહમદ હનીફ શેખ રહે. લાઠી, કેશુ મેઘજી પરમાર રહે. ચલાલા, શરદ પ્રવિણ શેલડીયા રહે. લાઠી, કેતન હિંમત શેલડીયા રહે. લાઠી, અનીલ દલસુખ વઘાસીયા રહે. જીથુડી-અમરેલી, જીગ્નેશ વસંત કાલેણ રહે. બાંભણીયા તા. કુંકાવાવ, અલી બાબુ ત્રવાણી રહે. અમરેલીને દારુ પીધેલી હાલતમાં મહેફીલ માણતા મેંદરડા પોલીસે ઝડપી લીધા હતાં.

    આ પણ વાંચો: જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં માદા વરુએ 6 બચ્ચાને જન્મ આપ્યો, વરુની કુલ સંખ્યા 50 થઈ

    આ ઉપરાંત મહેફિલમાં હાજર ન હતાં, પરંતુ દારૂની વ્યવસ્થા કરી આપનાર અલકેશ જીવરાજ મૂળિયા તથા સમીર સુરેશ સાવલિયા રહે. જૂનાગઢ પરવાના વિના ઈંગ્લીશ દારૂ લાવી આપીને, ફાર્મ ઉપર મહેફિલ કરાવી રહ્યાં હતા, તે સહિત કુલ 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સાથે કુલ રૂ.48000 ની કિંમતના 16 મોબાઈલ ફોન, રૂ.7 લાખની કિંમતના કુલ 5 ફોર વ્હિલર, કુલ રૂ.800ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો સહિત કુલ રૂ.7,48,800 નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરીને, તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ મેંદરડા પીએસઆઇ મોરી સાહેબે હાથ ધરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Alcohol, Junagadh news, Sasan gir, જૂનાગઢ, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन