Home /News /kutchh-saurastra /અન્નોત્સવ દિવસ: જૂનાગઢ જિલ્લામાં 385થી વધુ કેન્દ્રો પર અનાજનું વિનામૂલ્યે વિતરણ, જુઓ Video

અન્નોત્સવ દિવસ: જૂનાગઢ જિલ્લામાં 385થી વધુ કેન્દ્રો પર અનાજનું વિનામૂલ્યે વિતરણ, જુઓ Video

X
અન્નોત્સવ દિવસ

'અન્નોત્સવ દિવસ' ઉજવણી: જૂનાગઢ જિલ્લામાં 385 સ્થળોએ અનાજનું વિનામૂલ્યે વિતરણ, જુઓ વિડીયો..

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવાયેલા 'અન્નોત્સવ દિવસ' ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 385 સ્થળોએ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જ

  સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવાઈ રહેલા 'સુશાસનના પાંચ વર્ષ' ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢ 'અન્નોત્સવ દિવસ' ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ્રવર્તમાન રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતનાં દરેક જિલ્લામાં ગત તા.1 થી આગામી તા.9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે સંદર્ભે આજે તા.3જી ઓગસ્ટના રોજ જૂનાગઢ શહેરમાં 'અન્નોત્સવ દિવસ' ઉજવણી કરવામાં આવી.

  જૂનાગઢ જિલ્લામાં તા.3જી ઓગસ્ટના રોજ ઉજવાયેલ અન્નોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લામાં 385 થી વધુ એફપીએસ કેન્દ્રો પરથી લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું, આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં 15 સ્થળે જિલ્લાની 7 નગરપાલિકામાં 12 જેટલા કેન્દ્રો ૫૨ અને 357 થી વધુ કેન્દ્રો પર ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો, આ અવસરે પ્રધાનમંત્રી મોદી દ્વારા રાજ્યના 17 હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજ કિટ નું વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરાવાયુ હતું.

  ‘અન્નોત્સવ’ કાર્યક્રમની શરૂઆત સવારે 11.30 વાગ્યાથી કરવામાં આવી હતી, જે કાર્યક્રમ જૂનાગઢ શહેરના 15 જેટલા સ્થળોએ જુદાજુદા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયેલ ‘અન્નોત્સવ’ કાર્યક્રમમાં જૂનાગઢ કમિશનર રચિત રાજ, પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જ્યાં ઉપસ્થિત થયેલા ગરીબ-અંત્યોદય પરિવારોને રાશન કીટ નું વિતરણ કરીને ‘અન્નોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

  અહીં એ પણ મહત્વનું છે કે, આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવાયેલા ‘અન્નોત્સવ’  અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાયેલ 71.88 લાખ પરિવારોની 3.48 કરોડ જનસંખ્યાને દરમાસે મળવાપાત્ર રાહતદરના અનાજ ઉપરાંત વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી કુલ 5 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. રાજ્યની 17000 વાજબી ભાવની દુકાનો ખાતેથી વિનામૂલ્યે વિતરણ થયું. આ ઉપરાંત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં 500 મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
  First published:

  Tags: Distribution

  विज्ञापन
  विज्ञापन