Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : 51 હજારો ચેક રાહત ફંડમાં આપનાર 99 વર્ષીય પૂર્વ-MLA રત્નાબાપા સાથે PM મોદીએ ટેલિફોનિક વાતચીત કરી

જૂનાગઢ : 51 હજારો ચેક રાહત ફંડમાં આપનાર 99 વર્ષીય પૂર્વ-MLA રત્નાબાપા સાથે PM મોદીએ ટેલિફોનિક વાતચીત કરી

કલેક્ટરને ચેક અર્પણ કરી રહેલા 99 વર્ષીય રત્નાબાપા.

99 વર્ષીય પૂર્વ ધારાસભ્યએ પોતાની મરણમૂડી કોરોના સામે લડાઈમાં આપી દીધા બાદ પીએમ મોદીએ ફોન કરીને રત્નાબાપાના ખબર અંતર પૂછ્યા.

    જૂનાગઢ : રવિવારે એક સમાચાર પ્રગટ થયા હતા કે મેંદરડાના પૂર્વ ધારાસભ્ય (Ex MLA Ratnabhai Manjibhai Thumar)એવા 99 વર્ષીય રત્નાભાઈ મનજીભાઈ ઠુંમરે તેની મરણમૂડીના 51 હજાર રૂપિયા કોરોના સામેની લડાઈમાં આપી દીધા હતા. જૂનાગઢ કલેક્ટર (Junagadh Collector Office)કચેરી ખાતે પહોંચીને 99 વર્ષીય રત્નાબાપાએ મુખ્યમંત્રી રાહત ફંડ (CM Relief Fund)માં રૂ. 51 હજારનો ચેક આપ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે રત્નાબાપા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક (PM Modi Talks Gujarat's 99 year old Ex-MLA) વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. પીએમ મોદીએ રત્નાબાપાના ખબર અંતર પૂછ્યા હતા.

    નોંધનીય છે કે 99 વર્ષીય રત્નાભાઈ ઠુંમર 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા અને માળિયાહાટીનાના ધારાસભ્ય રહી ચુક્યા છે. પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા સામે પક્ષે રત્નાબાપાએ કોરોના સામે પીએમના કાર્યની પ્રશંસા કરી હતી. વાતચીત દરમિયાન રત્ના બાપાએ પીએમ તેમના ઘરે ગયા હતા તે વાત યાદી કરી હતી.

    સોમવારે એક ટંક જ જમે છે રત્નાબાપા

    હાલ 99 વર્ષીય રત્નાબાપા દર સોમવારે એક ટાઇમ જ જમે છે. એટલું જ નહીં તેઓ ખૂબ જ સાદુ જીવન વિતાવે કરે છે. ધારાસભ્ય તરીકેનો તેમનો પગાર કે પેન્શન પણ લેતા નથી. તેઓ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ બસમાં જ મુસાફરી કરતા હતા. નોંધનીય છે કે ભારતમાં જ્યારે અનાજની તંગી થઈ હતી ત્યારે તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ લોકોને અઠવાડિયામાં એક ટંક જમવાનું છોડવાની અપીલ કરી હતી. બસ ત્યારથી જ રત્નાબાપા દર સોમવારે એક ટંક જ જમે છે.

    રત્નાબાપા અને મોદી સાથેની વાતચીત

    વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં રત્નાબાપાએ જણાવ્યું હતું કે, તેમને 100માંથી એક ઓછું વર્ષ ચાલી રહ્યું છે. તબિયત સારી રહે છે પરંતુ કાને થોડું ઓછું સંભળાય છે. તમે અને શંકરબાપુ બિલખા આવ્યા હતા તે યાદ કરું છું. આપણે સાથે બેઠા હતા. સામે પીએમ મોદીએ ધનજીબાપાને કહ્યું હતું કે તમે કલેક્ટરને ચેક આપ્યો તે સાંભળ્યું અને તમે યાદ આવ્યા એટલે ફોન કર્યો. રત્નાબાપાને કાને ઓછું સંભળાતા તેમના વતી ધનજીભાઈએ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ધનજીભાઈએ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી ખાતે લિફ્ટ ન હોવા છતાં તેઓ દાદરા ચઢી ગયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Junagadha, Vijay Rupani, ધારાસભ્ય, પીએમ મોદી, સીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन